Mann Sarovar overflowed

Mann Sarovar overflowed: યાત્રાધામ અંબાજી પંથકમાં સતત વર્ષી રહેલા વરસાદ ને લઈ અંબાજી નું માનસરોવર ઓવરફલૉ થયું

Mann Sarovar overflowed: આ સીઝન નો કુલ વરસાદ 33.08 ઈંચ નોંધાયો

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 24 ઓગષ્ટઃ Mann Sarovar overflowed: અંબાજી પંથક માં સારા અને સતત વરસાદ માટે હોમ હવન ને ધંધા રોજગાર બંધ રાખી ઉજવણી જેવા કાર્યક્રમો કરવા પડતા હોય છે ત્યારે ક્યાંક સંતોષકારક વરસાદ વર્ષે છે પણ ચાલુ વર્ષે વરુણદેવ રાજી ના રેડ હોય તેમ વગર ઉજાણી વગર જ સતત વરસાદ વરસી રહ્યા છે.

હવામાન વિભાગે જે રીતે ભારે વરસાદ ની આગાહી કરી છે તેને લઈ હાલ સમગ્ર અંબાજી સહીત દાંતા તાલુકા માં વરસાદ સતત ધમરોળી રહ્યો છે ને સતત વરસી રહેલા વરસાદ ના કારણે વર્ષો થી ખાલી પડેલા જળાશયો ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Asia Cup Update: બીજી વખત ખિતાબી જીતની હેટ્રિક લગાવવા ઉતરશે ભારત, એશિયા કપના સૌથી વધુ 7 ટાઇટલ જીત્યા
અંબાજી નું પવિત્ર માનસરોવર માં જે પાણી ની સપાટી 1993 માં જોવા મળી હતી તે સપાટી ચાલુ વર્ષે ફરી જોવા મળી છે એટલુંજ નહીં રીંછડી ડેમ પણ લગભગ 17 વર્ષ બાદ ઓવરફ્લો જોવા મળ્યો છે જયારે અનેક ખેત તલાવડી અને કુવાઓ સતત વરસાદી પાણી થી છલકાતા જોવા મળ્યા છે.

જોકે હાલ તબક્કે જે રીતે સતત વરસાદ વર્ષી રહ્યો છે તે જોતા ખેડૂતો ની આશા ક્યાંક નિરાશા માં પરિવર્તિત ન થાય તેવો ડર ધરતી પુત્રો માં સતાવી રહ્યો છે ,યાત્રાધામ અંબાજી માં હાલ તબક્કે 24 ઑગસ્ટ 2022 ના સવાર સુધી કુલ વરસાદ 33.08 ઇંચ જેટલો નોંધાયો છે ને હજી સતત વરસાદ વર્ષી રહ્યો છે

આ પણ વાંચોઃ Woman caught with quantity of drugs: અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

Gujarati banner 01