Gujarat school reopen

Mask compulsory in ahmedabad schools: અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના અપાઈ, જાણો શું કહ્યું…

Mask compulsory in ahmedabad schools: અમદાવાદ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત

ગાંધીનગર, 26 ડિસેમ્બર: Mask compulsory in ahmedabad schools: ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે DEO હરકતમાં આવ્યા છે. વિગતો મુજબ અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના અપાઈ છે. જેમાં તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે અને જૂની SOP નું પાલન કરવા સૂચના અપાઈ છે.

અમદાવાદમાં કોરોનાની સંભવિત લહેરને લઈ તંત્ર હરકતમાં છે. આ દરમ્યાન હવે અમદાવાદ જિલ્લાની શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના આપી તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તેવું કહેવામાં આવ્યું છે. આ સાથે ટો ળા ભેગા ન થાય તે સ્કૂલોએ ધ્યાન આપવું અને શક્ય હોય તો મોટો કોઈ કાર્યક્રમ સ્કૂલના ન યોજવા પણ કહ્યું છે.

આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. જેને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેને લઈ હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવાશે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.

આ પણ વાંચો: Taarak mehta ka ulta chashma: જાણો કેવી રીતે શરૂ થયો દરેકનો ફેવરિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’

Gujarati banner 01