સ.સં. ૧૫૫૮ rachna chauhan edited

કોરોનાના દર્દીઓની સારવારમાં ઉત્સાહભેર જોડાઈ મદદરૂપ બનતા મેડિકલ સ્ટુડન્ટ

સ.સં. ૧૫૫૮ rachna chauhan edited

 સિનિયર ડોક્ટર્સ સાથે સહભાગી બની અમારા સ્વજનની સેવા કરતા હોઈ તે ભાવના સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો: રચના ચૌહાણ (પી.ડી.યુ. મેડિકલ સ્ટુડન્ટ)

Preview in new tab(opens in a new tab)

અહેવાલ: રાજકુમાર,,રાજકોટ

રાજકોટ, ૨૨ સપ્ટેમ્બર: રાજકોટની પી.ડી.યુ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી રચના ચૌહાણ જીવનના યાદગાર અનુભવની વાત કરતા જણાવે છે કે, આશરે ૧૫ દિવસ પહેલ કોલેજમાથી ફોન આવ્યો કે તમે કોરોનાના દર્દીઓની સારવારમાં વોલન્ટરી જોડાવા માંગો છો ? હાલ સ્ટાફને મદદની જરૂર છે. હું મારા પરિવાર સાથે શાંતિથી ઘરે સમય પસાર કરતી હતી. અચાનક એક ચેલેન્જ સામે આવે છે. શરૂઆતમાં મન નહોતું માનતું, પરંતુ પછી લાગ્યું કે મારા કોઈ સ્વજનને કોરોના થાય તો હું સારવારમાં જોડાઉં જ ને ? અને મને સિનિયર ડોક્ટર્સ સાથે કામ કરવાનો અનુભવ મળશે તે વિચારે હું અને અન્ય સ્ટુડન્ટસ કોરોનાના દર્દીઓની સારવાર કરવા પાંચમી સપ્ટેમ્બરથી જોડાયા.

હોસ્પિટલ ખાતે ફરજ અંગે વાત કરતા રચના જણાવે છે કે , પહેલા તો અમને ટ્રેનિંગ આપવામાં આવી,  સિનિયર ડોક્ટર્સ, રેસીટેડન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન સાથે અમારે જુદા જુદા વોર્ડમાં દર્દીઓ પાસે જવાનું. તેઓ જે ટ્રીટમેન્ટ આપે તે અમને સમજાવે.  દર્દીઓના ક્યા ક્યા રિપોર્ટ કરાવવાના, શું દવા આપવી, તેમનું ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર માપવાનું, દર્દીઓ સાથે વાતચીત કરી તેમને કોઈ તકલીફ હોઈ તો તે ડોકટરને માહિતી આપવી વગેરે વગેરે…

loading…

કોવીડ હોસ્પિટલ ખાતે આ દિવસોમાં જેટલું કોલજમાં નથી શીખવા મળ્યું તેનાથી વિશેષ અનુભવ થયો હોવાનું અને ખાસ કરીને પેશન્ટની ક્રિટિકલ કન્ડિશનમાં ઝડપથી નિર્ણય લઈ સારવાર કરવા માટેની સજ્જતા કેળવવાનો અનુભવ સિનિયર ડોક્ટર્સ પાસેથી મળ્યો હોવાનું રચના જણાવે છે.

કોવીડ હોસ્પિટલમાં કામ કરવાથી પ્રારંભમાં જે અમને ડર હતો તે સાવ દૂર થઈ ગયો હોવાનું અને હવે ઘર પરિવાર અને સંબંધીઓને પણ કોવીડ સામે સાવધાની રાખવા સારી રીતે માર્ગદર્શન આપી શકીએ છીએ. સાવચેતી અંગે રચના જણાવે છે કે , પરિવારના સભ્યો ઉપરાંત ફ્રેન્ડને મળીયે ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે વાતચીત કરવી જરૂરી છે. માસ્ક પહેરવા બાબતે સાવધાની રાખવા, નિયમિત માસ્ક બદલાવવા પર ખાસ ભાર મુક્ત રચના જણાવે છે કે ઓછી ભીડભાડ વાળી જગ્યાએ કોટન કે સર્જીકલ માસ્ક ચાલે પરંતુ હોસ્પિટલ કે ભીડભાડ વાળી જગ્યાએ એન-95 માસ્ક પહેરવું જોઈએ.