Medicine Store RJT

કોરોનાની સઘન સારવાર માટે ૧૯૦૦ થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો

Medicine Store RJT
  • કોરોના સંક્રમિતો માટે રાજ્ય સરકારનો સંવદેનશીલ પ્રયાસ
  • કોરોનાની સઘન સારવાર માટે ૧૯૦૦ થી વધુ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો
  • રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને જરૂરી દવાઓ તથા ઇન્જેક્શનનો જથ્થો જરૂરિયાત મુજબ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.
  • રાજય સરકારના કોરોના સંક્રમીત દર્દીઓની સઘન સારવાર મળી રહે તે માટે સંવેદનશીલ પ્રયાસોના ભાગરૂપે રાજકોટ જિલ્લાને માટે કુલ ૧૮૦૦થી વધુ ઇન્જેક્શનોનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

રાજકોટ, ૨૨ સપ્ટેમ્બર: રાજકોટ સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પીટલને આજરોજ ૫૦૦ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે આ પૂર્વે ૮૩૯ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ હતો. જયારે ગોંડલ, ધોરાજી તેમજ જસદણ ખાતે કાર્યરત હેલ્થ સેન્ટરને પ્રત્યેકને ૨૦ ઇનેંજેક્શન ફાળવવામાં આવ્યા છે. આમ કુલ મળીને રાજકોટ જિલ્લામાં ૧૩૯૯ રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો હાલ અવેલેબલ હોવાનું હેલ્થ વિભાગ દ્વારા જણાવાયું છે.

loading…

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરી હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવાના થાય તે માટે રાજકોટની એન્જસીઓમાં અમૃત મેડિસિન્સને ૯૬, એચ.સી.જી. સન હોસ્પિટલ્સને ૯૬, સેલસ ફાર્મસીને ૯૬, સાયોના ફાર્મા એન્ડ ડિસ્ટ્રીબ્યુટરને ૯૬, રાજેન્દ્ર ફાર્મસીને ૨૪, સુરજ એન્ટરપ્રાઇઝને ૫૦ તથા કોટેચા એન્ટરપ્રાઇઝને ૫૦ મળી કુલ ૫૦૮ ઇન્જેક્શન હાલ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આ ઇન્જેક્શન ઉપરોક્ત સ્થળેથી મળી રહેશે.

 આમ કુલ ૧૯૦૭ જેટલા રેમડેસીવીર ઇન્જેકશન રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના કોરોના દર્દીઓને ફાળવાયેલ છે. આથી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.