Meeting at Danta regarding Assembly elections

Meeting at Danta regarding Assembly elections: આગામી ટૂંક સમયમાં જાહેર થનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોમાં થનગનાટ શરુ

Meeting at Danta regarding Assembly elections: આજે દાંતા વિધાનસભા બેઠક ને લઈ ભાજપા ના સંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 14 ઓક્ટોબરઃ Meeting at Danta regarding Assembly elections: આમતો બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ નો ગઢ માનવામાં આવે છે આ જિલ્લા માં કુલ 9 વિધાનસભા બેઠકો માંથી 7 વિધાનસભા ની બેઠકો કોંગ્રેસ પાસે ને બે બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે પણ આ વખત ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં રાજકિય તખ્તો પલટવા ભારતીય જનતા પાર્ટી એ કમરકસી છે જેને લઈ જિલ્લાના સંસદ સભ્યો ની વિધાનસભા બેઠક પ્રમાણે બેઠક નો દોર શરુ કર્યો છે.

આજે દાંતા વિધાનસભા બેઠક ને લઈ ભાજપા ના સંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી ને જેમાં અગ્રણી કાર્યકરો વિવિધ ચૂંટાયેલા સભ્યો જેમાં સરપંચો સહીતના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

f8e911ea 75e8 48e0 b96a 5114baa63245

આ પણ વાંચોઃ IRCTC Jyotirling Yatra Package: દિવાળી નજીક આવતા જ રેલ્વેની ખાસ ઓફર, ફક્ત 536 રૂપિયામાં કરી શકશો 4 જ્યોતિર્લિંગના દર્શન

વિધાનસભાની ચૂંટણીના ભાગ રૂપે સંસદ સભ્ય પરબતભાઇ પટેલ દ્વારા ગુજરાત સરકાર સહીત કેન્દ્ર સરકાર ની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ ની જાણકારી સહીત અપાયેલા લાભો તેમજ આપવામાં આવી રહેલા લાભો ની જાણકારી તમામ મતદારો સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે

આગામી વિધાનસભા ની ચૂંટણી માં જયારે અનેક ઉમેદવારો પાર્ટી ની ટિકિટ માટે કતારો લગાવી છે ત્યારે પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ઉમેદવારો મોવડી મંડળ નક્કી કરતુ હોય છે પણ આપણે ઉમેદવાર તરીકે એક માત્ર કમળ ના ચિન્હ ને યાદરાખી પાર્ટી ને જીતાડવા કામે લાગી જવા અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ Himachal assembly election date: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત

Gujarati banner 01