IRCTC Jyotirling Yatra Package

IRCTC Jyotirling Yatra Package: દિવાળી નજીક આવતા જ રેલ્વેની ખાસ ઓફર, ફક્ત 536 રૂપિયામાં કરી શકશો 4 જ્યોતિર્લિંગના દર્શન

IRCTC Jyotirling Yatra Package: આ યાત્રાનો તારીખ 15 ઓક્ટોબરથી 22 ઓક્ટોબરથી શુભારંભ. 

અમદાવાદ, 14 ઓક્ટોબરઃIRCTC Jyotirling Yatra Package: જો તમે જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. રેલવે તમારા માટે ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં 4 જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. IRCTC એ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. ખાસ વાત એ છે કે આ પેકેજમાં તમે ફક્ત 536 રૂપિયામાં યાત્રા કરી શકો છો. આવો જાણીએ રેલવેની આ નવી સુવિધા શું છે…

IRCTC એ ટ્વીટ કરીને લખ્યું છે કે રેલવે 4 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા કરાવવાની તક આપી રહ્યું છે. આ યાત્રાનો તારીખ 15 ઓક્ટોબરથી 22 ઓક્ટોબરથી શુભારંભ. 

નોંધનીય છે કે, આ યાત્રા 7 રાત અને 8 દિવસની હશે અને આ પેકેજ માટે તમારે 15,150 રૂપિયા ખર્ચ કરવા પડશે. રેલવે તરફથી મુસાફરોને ઈએમઆઈની સુવિધા મળી રહી છે. એટલે કે તમારે ફક્ત 536 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે ખર્ચ કરવાનો રહેશે. 

આ પણ વાંચોઃ Himachal assembly election date: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત

આ જ્યોતિર્લિંગના થશે દર્શન
અત્રે જણાવવાનું કે રેલવેના આ પેકેજમાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ ઘૂમવાની તક મળશે. આ ઉપરાંત બેટ દ્વારકા અને શિવરાજપુર પણ ફરવા મળશે. 

આ રીતે કરાવી શકશો બુકિંગ
જો તમે રેલવેના આ પેકેજમાં ટિકિટ બૂક કરાવવા માંગતા હોવ તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ https://www.irctc.co.in/ દ્વારા કરાવી શકો છો. તમે આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર (IRCTC Tourist Facilitation Centre), પ્રાદેશિક કાર્યાલયોથી બુકિંગ કરાવી શકો છો. 

ખાવા પીવાની સુવિધા
અત્રે જણાવવાનું કે મુસાફરો ઉત્તર પ્રદેશના ગોરખપુરની સાથે સાથે વારાણસી, પ્રયાગરાજ સંગમ, લખનઉ અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશનોથી મુસાફરી શરૂ કરી શકે છે. આ સાથે જ તમને ખાવા પીવાની સુવિધા પણ મળશે. 

આ પણ વાંચોઃ India responded to Pak on Kashmir issue in CICA Summit: ભારતના વિદેશ રાજ્યમંત્રીએ CICA સંમેલનમાં પાકને ફટકાર લગાવી, કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

Gujarati banner 01