Meeting on issue of copyright case against diamond companies

Meeting on issue of copyright case against diamond companies: સુરત ના વરાછા ખાતે ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસીએશન દ્વારા મિટિંગ નું આયોજન કરાયું

Meeting on issue of copyright case against diamond companies: સુરત મા ડાયમંડ કંપનીઓ પર કોપી રાઈટ કેસ મામલે મિટિંગ યોજાઈ ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસીએશન દ્વારા મિટિંગ નું આયોજન મોટી સંખ્યા મા કારખાના ના માલિક અને રત્નકલાકારો જોડાયા

સુરત, 31 મેઃ Meeting on issue of copyright case against diamond companies: સુરત ની હીરા કંપનીઓ પર એક વિદેશી કંપનીએ કોપી રાઈટ નો કેસ કર્યો હતો..આ કેસ ને લઈ હીરા ના કારખાના માં તપાસ કરવામાં આવી રહી છે જેના કારણે હીરા ઉદ્યોગકારો ને કારખાના બંધ કરવા નો વારો આવી રહ્યો છે..ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસીએશન દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .

સુરતમાં ડાયમંડ સિટી કહેવામાં આવે છે અને ડાયમંડ સિટી તરીકેની ઓળખ સુરતે સમગ્ર દેશમાં બનાવી છે પરંતુ હવે ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા ઉદ્યોગકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીનું કારણ એ છે કે, સુરતની હીરા કંપનીમાં જે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે તે મશીનરી સામે એક વિદેશી કંપની દ્વારા કોપીરાઇટનો કેસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Hardik Patel will join BJP: કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે- વાંચો વિગત

વિદેશી કંપનીએ એક ખાનગી કંપની આધારિત સર્વે કરીને સુરતની 200 કરતાં વધુ ડાયમંડ પેઢીઓ સામે કોપીરાઇટનો કેસ કર્યો છે. વિદેશી કંપની દ્વારા કોપીટાઈટનો કેસ કરવામાં આવતા વિદેશી કંપની સામે કઈ રીતે લડત આપી શકાય તે માટે તમામ હીરા પેઢીના વેપારીઓએ એકત્રિત થઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસોસિયેશનના નેજા હેઠળ યોજવામાં આવી હતી. જેમાં સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ, GJEPCના ચેરમેન દિનેશ નાવડિયા સહિતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

ડાયમંડ ઉદ્યોગકારોનું કહેવું છે કે, વિદેશી કંપનીઓએ કોપીટાઈટનો કેસ કર્યો હોવાના કારણે તેમને માનસિક પરેશાની થઇ રહી છે અને માનસિક પરેશાનીના કારણે ઘણા હીરા પેઢીના માલિકો કે, જે નાના પાયે કામકાજ કરી રહ્યા છે તે પોતાના કામકાજ બંધ કરવા તરફ આગળ જઈ રહ્યા છે અને જો આવુ થશે તો બેરોજગારી હીરાઉદ્યોગમાં ખૂબ જ વધી જશે. તો બીજી તરફ હીરા અગ્રણીઓ દ્વારા વિદેશી કંપની સામે લડત આપવા માટે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી મદદની રજૂઆત પણ કરવામાં આવી રહી છે અને હાલ કોપીરાઇટના કેસ મામલે ડાયમંડ પેઢીઓના માલિકોએ કઈ રીતે લડત આપવામાં આવે તેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Diesel-petrol shortage today and tomorrow: ગુજરાત સહીત દેશના 24 રાજ્યોમાં આજે અને કાલે ડીઝલ-પેટ્રોલની અછત રહેશે

Gujarati banner 01