Gir lion Gir forestjunagadhgujaratindia

તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો(missing lions) ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા- વાંચો શું છે મામલો?

  • કોઈ પણ સિંહો (missing lions)ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામતઃ વન્યપ્રાણી વર્તુળ, મુખ્ય વન સંરક્ષક, જુનાગઢ
  • વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવાઈ રહ્યાં છે

જૂનાગઢ, 19 મેઃmissing lions: રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો ગુમ થયા અંગે વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત થયુ નથી કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયુ નથી. વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહેલું છે. અને સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે તેમ જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી. ટી.વસાવડા દ્વારા જણાવાયું છે.

Whatsapp Join Banner Guj


આજે ૧૮ જેટલાં સિંહો ગુમ થયેલ હોવાના સમાચારો મીડીયામાં પ્રસારીત થયા છે તે અંગે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રનો માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહીત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ(missing lions) ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

પીએમ મોદીએ ગુજરાત માટે જાહેર કર્યુ 1 હજાર કરોડનું રાહત પેકેજ(rahat package): મૃતકોના પરિવારને 2 લાખની સહાય- વાંચો સંપૂર્ણ વિગત