Monsoon update

Monsoon update: 24 કલાકમાં 111 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો- વાંચો વિગત

Monsoon update: રાજ્યના 10 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો

ગાંધીનગર, 20 જુલાઇઃ Monsoon update: છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓમાં વરસાદથી ધોડાપૂર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંકડા પર નજર કરીએ તો, 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5 ઇંચ વરસ્યો છે. તો વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામ અને આહવા ડાંગમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના 10 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. તો 27 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચોઃ Saradar nagar: ચાલુ બાઇક પર યુવકને ગળાના ભાગે છરીનો ઘા મારી આરોપી ફરાર- વાંચો વિગત

સુરતમાં મેઘરાજાએ અવિરત બેટિગ કરીને પાલિકાની પોલ ખોલી છે. ગઈકાલે માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી. તો સુરતનો કોઝવે લોકોની અવરજવર માટે બંધ કરાયો હતો. કોઝવેની સપાટી 6 મીટર થતાં કેને બંધ કરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવેનું લેવલ વધ્યું છે. 

Whatsapp Join Banner Guj