CM રુપાણીની ચિંતામાં થયો વધારો, ગુજરાતના 300થી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાવા દિલ્હી પહોંચ્યા

IMG 20200318 WA0005 edited

અમદાવાદ,15 ડિસેમ્બરઃ કૃષિબિલના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને ગુજરાતમાં ય સમર્થન મળી રહ્યુ છે. એટલું જ નહીં, પોલીસની નજર ચૂકવી ગુજરાતભરમાંથી 300થી વધુ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યા છે. દિલ્હી બોર્ડર પર ગુજરાતના ખેડૂતોએ આંદોલનના સમર્થનમાં મંગળવારથી ધરણાં યોજવા નક્કી કર્યુ છે. આંદોલનકારી ખેડૂતોએ એવો દાવો કર્યો છેકે, હજુય અલગ અલગ ટુકડીઓમાં ગુજરાતથી ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો આંદોલનમાં સક્રિય થતાં રૂપાણી સરકાર પણ ચિંતિત બની છે.

દિલ્હી બોર્ડર પર શરૂ થયેલાં આંદોલનમાં ગુજરાતના ખેડૂતો ભાગ ન લે તે માટે પોલીસે ખેડૂત નેતાઓને નજરકેદ કર્યા હતાં. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવાના એલાનને પગલે પોલીસ સતર્ક બની હતી. ગુજરાત સંઘર્ષ સમિતીના ખેડૂત આગેવાનોને પોલીસે તેમના નિવાસસૃથાને નજરકેદ કર્યા હતાં. જોકે, ખેડૂત નેતાઓએ કોઇપણ ભોગે દિલ્હી બોર્ડર જવા મન બનાવ્યુ હતું જેના કારણે ઝૂમ એપનો ઉપયોગ કરી મિટીગ યોજી હતી અને વેશપલટો કરી અલગ અલગ ટુકડીઓમાં ગુજરાત બોર્ડર પસાર કરવા આયોજન કરાયુ હતું.

whatsapp banner 1

અત્યાર સુધી 300થી વધુ ખેડૂતો ગુજરાતથી દિલ્હી બોર્ડર પહોચી ચૂક્યા છે. દિલ્હીથી ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, આંદોલનના સૃથળે ક્રાઉડ મેનેજમેન્ટ કાબિલે તારીફ છે. ગુજરાતના ખેડૂતો માટે અલાયદા ટેન્ટની વ્યવસૃથા કરી દેવાઇ છે. આ ઉપરાંત કડકડતી ઠંડીમાં ગાદલા-રજાઇ સહિત જમવાની સુવિધા કરી દેવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોએ ટેન્ટમાં ધરણાં યોજવા નક્કી કર્યુ છે. આવતીકાલ મંગળવારે સવારથી જ ધરણાં કરાશે. આંદોલનને સમર્થન આપી ગુજરાતથી 20 જેટલાં વિદ્યાર્થીઓ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ પણ શેરી નાટકો યોજીને કૃષિ બિલનો વિરોધ વ્યક્ત કરશે. હજી દક્ષિણ ગુજરાતથી ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચી રહ્યાં છે તેવો ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો..

પીએમ નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસીય મુલાકાતે, ખેડૂતોને આપશે સંદેશ