PM Modi 2309 edited

પીએમ નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસીય મુલાકાતે, ખેડૂતોને આપશે સંદેશ

PM Modi 2309 edited

અમદાવાદ,15 ડિસેમ્બરઃ દેશની રાજધાનીમાં છેલ્લા 20 દિવસથી ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને લઈને સતત પ્રશ્નોનો સામનો કરી રહી છે. આંદોલનકારી ખેડૂત નવા કૃષિ કાયદા પાછા ખેંચ્યા સિવાય કોઈપણ કરાર માટે તૈયાર નથી. કેન્દ્ર સરકાર અને શાસક ભાજપ હવે સીધા જ ખેડૂતો પાસે કૃષિ કાયદાના ફાયદા સમજાવવા જઈ રહ્યા છે. હવે પીએમ મોદી મંગળવારે ખુદ ખેડુતો વચ્ચે હશે.

પીએમ નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસીય મુલાકાત પર આવવાના છે. પીએમ મોદીની આ પ્રવાસ ત્યારે થઈ રહ્યો છે કે, જ્યારે દેશના ખેડૂતો દિલ્હી પર ધરણા કરી રહ્યા છે. ત્યારે કૃષિ કાયદા વિરુદ્ધના આંદોલન વચ્ચે તેઓ કચ્છના ખેડૂત સમાજના લોકોને મળશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના શીખ ખેડૂતોને પણ મળશે. સોમવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

whatsapp banner 1

પીએમ મોદી ખાસ કરીને શીખ ખેડૂતો સાથે મહત્વની મુલાકાત કરશે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને આસપાસનો વિસ્તાર મળીને અંદાજીત 5 હજાર જેટલા શીખ પરિવારો વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર ખેતી પર નિર્ભર છે. નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો બે સપ્તાહથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે તેમની અત્યાર સુધીની વાતચીત નિરર્થક રહી છે. મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા વાળા ખેડૂતો પંજાબ-હરિયાણાના શીખ ખેડૂતોના છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, વડા પ્રધાનની ખેડૂતો સાથેની બેઠકથી શીખ સમુદાય અને ખેડૂતો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો…

રશિયાની સ્પુતનિક વેક્સિનનો ભારતમાં ટ્રાયલ શરુ, આ રસી 2 વર્ષ સુધી આપશે કોરોનાથી રક્ષણ