Mosquito borne disease case

Mosquito-borne disease case: શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધતા, ચિકનગુનિયા, મેલિરિયા, ડેન્ગયુ કેસમાં વધારો…વાંચો વિગત

Mosquito-borne disease case: શહેરમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં જ સાદા મેલેરિયાના કુલ 202, ઝેરી મેલેરિયાના 13, ડેન્ગ્યુના 140 અને ચિકનગુનિયાના 162 કેસ નોંધાયા

અમદાવાદ, 16 ઓગષ્ટઃ Mosquito-borne disease case: શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતાં મચ્છરોનો ઉપદ્રવ ‌વધ્યો છે. મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસમાં પણ 27 વિસ્તારમાં મહત્તમ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોવા મળ્યું છે. તેની ડેન્સિટી પણ વધારે જોવા મળી છે. જેમાં અમરાઇવાડીમાં ડેન્સિટી 2.25, ખાડીયામાં 2 અને શાહીબાગમાં પણ 2 ડેન્સિટી મળી આવી હતી.

આ પણ વાંચોઃ Taliban spoke about india: અફઘાનિસ્તાનમાં વ્યાપેલી દહેશત વચ્ચે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે તાલિબાન- વાંચો વિગત

મેલેરિયા અને ઝેરી મેલેરિયા ફેલાવતાં મચ્છરોનું પ્રમાણ ચાંદલોડિયા, વટવા, રામોલ, ગોતા, ભાઇપુરા, ખોખરા જેવા વિસ્તારમાં મહત્તમ છે. શહેરમાં આ ઉપરાંત તમામ પ્રકારના મચ્છરોનું પ્રમાણ જોઇએ તો થલતેજ, જોધપુર, નિકોલ, ચાંદલોડિયા, અસારવા અને વેજલપુરમાં 3.25, બાપુનગર, વસ્ત્રાલ, જમાલપુર, શાહીબાગમાં 3.75, ગોતામાં 5.5, રાણીપ, અસારવા અને સાબરમતીમાં 3, રામોલમાં 5.75 અને અમરાઇવાડીમાં 8.25 ડેન્સિટી જોવા મળી હતી. કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ છે.

આ પણ વાંચોઃ Indian Idol 12 Winner: સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના વિનરનું નામ લીક થવાના કરાઈ રહ્યો છે દાવો સામે આવ્યો- વાંચો શું છે મામલો?

વિવિધ વિસ્તારમાં મચ્છરોની ડેન્સિટી માપવામાં આવી હતી. જેથી કયા વિસ્તારમાં મચ્છરજન્ય(Mosquito-borne disease case) કયો રોગ વકર્યો છે તે જાણી શકાય તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય ઉપાય કરી શકાય. શહેરમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં જ સાદા મેલેરિયાના કુલ 202, ઝેરી મેલેરિયાના 13, ડેન્ગ્યુના 140 અને ચિકનગુનિયાના 162 કેસ નોંધાયા છે.

Whatsapp Join Banner Guj