Ambaji teachers meetings

National Federation of Education: અંબાજીમાં શિક્ષણ ઘટકો ના સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંચાલિત ઉત્તર ગુજરાત પ્રભાગ નો અભ્યાસ વર્ગ યોજાયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ ડિસેમ્બરઃ
National Federation of Education: રાજ્ય સહીત દેશ ના વિવિધ શિક્ષણ ઘટકો ના સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંચાલિત ગુજરાત પ્રભાગ માં આવતા 6 જિલ્લાઓના શિક્ષણ સંગઠનોના જિલ્લા પદાધિકારીઓનો એક અભ્યાસ વર્ગ અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો આ અભ્યાસ વર્ગ માં મહા મંડલેશ્વર સ્વામી રવિશંકરમાનંદગીરી મહારાજની અધ્યક્ષતા માં શિક્ષકો અને સમાજ ની ચિંતા સાથે આવનારા સમયની નવી શિક્ષણ નીતિ ને લઈ માર્ગદર્શન કરવામાં આપવા સાથે સાંપ્રત પ્રવાહો અને નવીન તરાહો સાથે ની સમજ આપવા એક અભ્યાસ વર્ગ યોજવામાં આવ્યો હતો.

National Federation of Education

એટલુંજ નહીં શિક્ષણ ક્ષેત્રે પડતર માંગણીઓ,શિક્ષકો પાસે શૈક્ષણિક કામગીરી જ લેવા સહીત અનેક પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ માં આચાર્યો ની ભરતી ,અપૂરતા સ્ટાફ જેવા પ્રશ્નો ની ચર્ચા સાથે સરકાર જયારે ખેલકૂદ ને વધુ મહત્વ આપતી હોય છે ત્યારે શાળા માં રમત ગમત ના મેદાનો જ નથી એટલુંજ નહીં એમ.એડ શિક્ષકો ની કોઈ જ ભરતી જ કરાતી નથી જયારે ખેલકૂદ ને લગતા કોઈ સાહિત્ય કે પુસ્તકો બંધ કરી દેવાતા ખેલકૂદ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ને તૈયાર કરવા ખુબજ આકરા પડતા હોય છે જ્યારે શિક્ષક ને પેન્શન યોજના લાગુ કરી શિક્ષક ની નિવૃત્તિ બાદ સરકાર સહાય રૂપ બને તેવી પણ માંગ કરવામાં આવી છે.

National Federation of Education

આ અભ્યાસ વર્ગમા ભીખાભાઇ પટેલ (ગુજરાત પ્રદેશ પ્રમુખ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) અમદાવાદ તથા મોહનજી પુરોહીત( ઉપાધ્યક્ષ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) રાજસ્થાન ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

આ પણ વાંચો…Bans selling food items on newspaper: આ રાજ્યમાં સ્ટ્રીટ ફુડ વેન્ડર્સ ગ્રાહકોને ન્યૂઝ પેપર ખાવાની વસ્તુ આપશે તો થશે આકરી સજા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj