Dr. Dhara Rana

National swimming competition: દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં કાસ્ય ચંદ્રક મેળવી ગુજરાત અને જામનગરનું ગૌરવ વધારતા ડો.ધારા રાણા

National swimming competition: તરણ સ્પર્ધા માં ૧૨ (બાર) થી પણ વધુ રાજ્યોના તેમજ પ્રાદેશિક રમત ગમત નિગમના ૨૫૦ થી પણ વધુ કર્મચારીઓએ ભાગ લીધો

રિપોર્ટ: જગત રાવલ

જામનગર, 08 જાન્યુઆરી: National swimming competition: સરકારના કર્મચારીઓની કેન્દ્રિય સચિવાલય, ન્યુ દિલ્હી દ્વારા તાલકટોરા શ્યામા પ્રસાદ મુખરજી સ્વીમીંગ કોમ્પ્લેક્ષ ન્યુ દિલ્હી ખાતે તારીખ ૦૫ થી ૦૭ જાન્યુઆરી, ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ તરણ સ્પર્ધા માં ૧૨ (બાર) થી પણ વધુ રાજ્યોના તેમજ પ્રાદેશિક રમત ગમત નિગમ ના ૨૫૦ થી પણ વધુ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.

National swimming competition

આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ગુજરાત સરકાર ના ૨૦ (વીસ) થી પણ વધુ કર્મચારીઓ એ ભાગ લીધો હતો. આ તમામ પૈકિ જામનગર ખાતે ની સરકારી ડેન્ટલ કોલેજ ના મદદનીશ પ્રાધ્યાપક ડો. ધારા રાણા એ પણ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે આઠ દિવસ ની ટ્રેનીંગ નું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

આ ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધા મા ડો. ધારા રાણા એ કાંસ્ય ચંદ્રક મેળવી જામનગર તેમજ ડેન્ટલ કોલેજનું ગૌરવ વધારેલ છે. ડો. ધારા રાણા એ અગાઉ પણ રાષ્ટ્રીયકક્ષા ની પૂના ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં એક સિલ્વર સહિત ત્રણ કાંસ્ય ચંદ્રક મેળવેલ હતા અને તે સમયે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા આયોજીત કાર્યક્રમ માં બહૂમાન કરવામાં આવેલ હતું.

આ ટુર્નામેન્ટ ન્યુ દિલ્હી ખાતે શિયાળા ની કડકડતી ઠંડી (૦૫ થી ૦૭ ડિગ્રી તાપમાન) હોવા છતા પણ તમામ સ્પર્ધકો એ ખૂબ સરસ રીતે પર્ફોમ કરેલ અને સખત મહેનત કરી ગુજરાતનું ગૌરવ વધારેલ..

આ પણ વાંચો: Arohan-avrohan spardha: શક્તિ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો