Training camp: વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા શહેર જિલ્લાની આશા – એએનએમ બહેનો માટે તાલીમ શિબિરનો પ્રારંભ

Training camp: આ તાલીમથી નેશનલ આયુષ મિશનના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ આયુષ અને આરોગ્યની પ્રવૃતિને વધુ વેગ મળશે : ડો.સુધીર જોશી

  • Training camp: તાલીમ દરમ્યાન વિવિધ આઠ જેટલા વિષયો પર પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે

વડોદરા: ૨૬ જુલાઈ: Training camp: ભારત સરકારના આયુષ મંત્રાલયના નેશનલ આયુષ મિશન અનુદાનિત તેમજ નિયામક, આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા શહેર જિલ્લાની ૬૯૦ આશા – એએનએમ બહેનો માટે તબક્કાવાર તાલીમ આપવાના ભાગરૂપે આજે વડોદરા શહેરના વાડી,રાવપુરા અને સયાજીગંજ અર્બન હેલ્થ સેન્ટરની કુલ ૯૦ જેટલી આશા એએનએમ બહેનો માટેની બે દિવસીય તાલીમ શિબિર નર્સિંગ કોલેજ,વડોદરા ખાતે શરૂ થઈ છે.આ કોલેજ ખાતે તબક્કાવાર જમનાબાઈ હોસ્પિટલ, મોબાઈલ યુનિટ,સાંકરદા અને પાદરા તાલુકાના સરકારી દવાખાનાઓની બહેનોને તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો…Gujarat Players: ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે ભાજપ સરકારનું ઓરમાયું વર્તન: અર્જુન મોઢવાડિયા

જિલ્લા આર્યુવેદ અધિકારી ડો. સુધીર જોશીએ જણાવ્યું કે આ તાલીમનો (Training camp) મુખ્ય ઉદ્દેશ્ય બહેનોને માર્ગદર્શન આપી તેમના દ્વારા આયુર્વેદના સિદ્ધાંતોને લોકો સુધી લઈ જવા તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે, રોગ સંક્રમણ ફેલાતું અટકે તેમજ તેમના સ્વાસ્થય અને સુખાકારી જળવાઈ રહે તે છે.

Training camp vadodara

તેમણે ઉમેર્યું કે આ તાલીમથી નેશનલ આયુષ મિશનના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ આયુષ અને આરોગ્યની પ્રવૃતિને વધુ વેગ મળશે.
આ બે દિવસીય તાલીમમાં ૩૦ આશા – એએનએમ બહેનો ભાગ લેશે.તાલીમ દરમ્યાન યોગ,આયુર્વેદોક્ત સ્વસ્થ જીવનશૈલી – દિનચર્યા, ઋતુચર્યા, આહાર વિહાર, આસપાસની ઔષધી અને તેના ઉપયોગો, સામાન્ય બીમારીના નિયંત્રણ માં ઘરઘથ્થુ ઉપચાર, યોગાસન અને પ્રાણાયામ દ્વારા મધુમેહ અને અન્ય બીમારીનું નિયંત્રણ જેવા વિવિધ વિષયો ઉપર ૧૦ જેટલા રિસોર્સ પર્સન દ્વારા પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે.

Training camp, vadodara

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ શિબિરમાં વનસ્પતિ પરિચય,આર્યુવેદ અનુસાર આહાર વિહાર અને યોગ પ્રાણાયામને લગતા બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું.તજજ્ઞો દ્વારા યોગ પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લા આયુર્વેદ અધિકારીના નિયંત્રણ હેઠળ આવેલ દવાખાનાની નજીકના પી. એચ. સી અને અર્બન હેલ્થ સેન્ટરની આશા – એએનએમ બહેનોને તાલીમ આપવામાં આવશે. આ બહેનોને તાલીમ અંતર્ગત બુકલેટ, બ્રોશર, કીટ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવનાર છે. આ તાલીમ શિબિરમાં આશા અને એએનએમ બહેનો ભાગ લઈ રહી છે.