સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારની બહેનોને ઘરઆંગણે રોજગારી આપવાનો નવતર અભિગમ

screenshot 20200710 1521531589852820079476565

મંત્રીશ્રી બાવળીયાના હસ્તે બી.સી.સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયુ

રિપોર્ટ:ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ

રાજકોટ, તા.૯ જુલાઇઃ- રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મીશન પુરસ્કૃત અને કોમન સર્વિસ સેન્ટરના સંયુકત ઉપક્રમે આજે જસદણ ખાતે ગોંડલ, જસદણ અને વિંછીયા તાલુકાની ૧૭ સખી મંડળની બી.સી. સખી બહેનોને પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ડી.જી. બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

screenshot 20200710 1521141599222591840634979


મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સખીમંડળની બહેનોને ડી.જી.ડીવાઇસ વિતરણ કરતા જણાવ્યું હતું કે, ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ સાથે ગ્રામ્ય કક્ષાએ બહેનોને રોજગારી મળી રહે તે માટે સરકારના પ્રયત્નો રહ્યા છે. ગ્રામિણ વિસ્તારની બહેનો આર્થિક રીતે પગભર થઈને સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે ઘરઆંગણે રોજગારી આપવાનો આ નવતર અભિગમ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે. મહત્તમ બહેનોને શિક્ષીત કરીને આ વિસ્તારમાં બહેનો દ્વારા બેંકિગ સેવા થકી રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.

screenshot 20200710 1521345906963760579768946

વધુમાં જણાવતા મંત્રીશ્રી બાવળીયાએ લોકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને ટાળવા લોકો પોતાની સામાજીક જવાબદારી નિભાવે, માસ્ક-હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરે તથા સામાજીક પ્રસંગોમાં ભાગ લેવામાં પુરતું ધ્યાન રાખવું.

screenshot 20200710 1521257794663119915015038

જિલ્લા ગ્રાામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ અને કોમન સર્વિસ સેન્ટરના શ્રી વિપુલભાઇ સોરાણીએ આ યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
દહીંસરડા અને પારેવાડા ગામની બે બહેનોને બેંક સખીના નિમણુક પત્રો તથા ગોંડલ તાલુકાના ત્રણ ગામોના સખી મંડળની બહેનોને ગ્રામપંચાયત તરફથી સફાઈની કામગીરી કરવા માટેના વર્ક ઓર્ડર મંત્રીશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા.

screenshot 20200710 1521592163122361152225156


આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી ગલચર, ડિસ્ટ્રીક લાઇવલી હુડ મેનેજર શ્રી વિરેન્દ્રભાઇ બસીયાએ શાબ્દિક સ્વાગત, સંચાલન પ્રોજેકટ ઓફીસર શ્રી સરોજબહેન મારડીયાએ જ્યારે આભારવિધી તાલુકા વિકાસ અધિકારીશ્રી સી.ડી.ભગોરાએ કરી હતી. તેમજ સખી મંડળની લાભાર્થી બહેનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

screenshot 20200710 1521284817448139466791897