Gujarat high court Image

New chief justice of Gujarat HC: ગુજરાતના નવાં ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અરવિંદ કુમારની નિયુક્તિ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

New chief justice of Gujarat HC: થોડા દિવસો અગાઉ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારને પદોન્નત કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હતી

અમદાવાદ, 10 ઓક્ટોબરઃNew chief justice of Gujarat HC: ગુજરાતના નવા જસ્ટિસ તરીકે કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારના નામની ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આઉપરાંત મૂળ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને હાલ ત્રિપુરાના ચીફ જસ્ટિસ અકીલ કુરેશીની ટ્રાન્સફર રાજસ્થાનના ચીફ જસ્ટિસ તરીકે કરવામાં આવી છે

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે થોડા દિવસો અગાઉ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારને પદોન્નત કરી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. આગામી સપ્તાહમાં તેમની શપથવિધિ યોજાઇ તેવી શક્યતા છે

નોંધનીય છે કે, મૂળ ગુજરાત હાઇકોર્ટના અને હાલ ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અકીલ કુરેશીની બદલી રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કરાઇ છે. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી સીનિયર ન્યાયમૂર્તિઓ પૈકીના એક હોવા છતાં જસ્ટિસ કુરેશીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત ન કરાઇ રહ્યા હોવાની ચર્ચા ઘણાં સમયથી વિવિધ વર્તુળોમાં ચાલી રહી હતી

આ પણ વાંચોઃ J&K terror attack: ભારતીય સેના આવી એક્શનમાં, પથ્થરબાજો અને ભારત વિરોધી 570 લોકોની ધરપકડ કરવામાં આવી

Whatsapp Join Banner Guj