Mango

New mango in market: જુનાગઢ યાર્ડમાં ખટમીઠી તુરી ખાખડીના શ્રીગણેશ…

New mango in market: માર્કેટ યાર્ડમાં સીઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક

અમદાવાદ, 04 ફેબ્રુઆરી: New mango in market: કેરીના શોખીનો માટે આનંદદાયક સમાચાર હોય તેમ જુનાગઢ શાકભાજી યાર્ડમાં આજે કાચી કેરીની વિધિવત આવક નોંધાઈ હતી. જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં ખાખડીનું વેચાણ થતું જોવા મળતું હતું પરંતુ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની પ્રથમ ખાખડીની 100 કિલો આવક નોંધાઈ હતી.

આજે પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી. જૂનાગઢમાં એકલ લોકલ વિસ્તારોમાં ખાખડીનું વેચાણ થયું હતું પરંતુ પૂરતો સ્ટોક ન હોવાને લીધે ખાખડીના શોખીનો ખરીદી કરી શકતા ન હતા યાર્ડમાં ખાખડીનું વિધિવત આગમન થતા શહેરીજનોન ને ખરીદી કરવામાં સરળતા મળશે સિઝનની પ્રથમ ખાખડીનું માર્કેટિંગ યાર્ડમાં 350 રૂપિયા કિલો સસ્તા ભાવે વેચાણ થયું હતું.

પરંતુ બજારમાં લોકોની માંગને પગલે શાકભાજીના વેપારીઓ દોઢથી બે ગણા વધુ ભાવે નફાખોરી કરતા લોકોને ગરજનો ભાવ આપવા પણ મજબૂર થવું પડ્યું હતું શાકભાજી યાર્ડ ના સેક્રેટરીના જણાવ્યા મુજબ આજે સિઝનની પ્રથમ ખાખડીનું તાલાળા ગીર વિસ્તારમાંથી આવી હતી પ્રતિ કિલો 250 થી 350 ના ભાવે હરાજી કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં ખાખડીની આવક વધુ થશે.

આ પણ વાંચો: Royal Enfield high demand: રોયલ એનફિલ્ડએ બાઇક માર્કેટમાં બાજી મારી! તોફાનમાં આટલી બાઈક વેચી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો