nigeria plane crash

Nigeria plane crash: હજારો યાત્રીઓની સામે જ બ્લાસ્ટ થઈ સળગી ગયું સૈન્ય વિમાન, 7 લોકોના મોત નિપજ્યાં


Nigeria plane crash

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરીઃ નાઇજીરિયાના વાયુસેનાના પ્રવક્તા ઈબીકુનલે દારામોલાએ ટ્વીટ કર્યું છે કે કિંગ એર 350 વિમાને પાટનગર અબુઆના એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી ત્યારે જ એન્જિનમાં કોઈ ખરાબી હોવાનું જાણવા મળ્યું હતું અને વિમાને પરત ફરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિમાન(Nigeria plane crash) લેન્ડ થાય એ પહેલાં જ એમાં બ્લાસ્ટ થયો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુર્ભાગ્ય(Nigeria plane crash)થી વિમાનમાં સાત લોકો હતા, તે દરેક લોકોનાં મોત થઈ ગયાં છે. વિમાનમંત્રી હાદી સિરિકાએ ટ્વીટ કરીને ઘટનાની જાણ કરી છે. તેમણે કહ્યું હતું છે કે સેના ઘટનાની તપાસ કરી રહી છે. વિમાન અબુજાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 100 કિમી દૂર મિન્ના શહેર જઈ રહ્યું હતું. સાક્ષીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ ભયાનક હતી.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ અનુસાર, એન્જિન ફેલ થયું હોવાને કારણે વિમાનમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાર પછી એમાં આગ લાગી હતી. વિમાનમાં બેઠેલા એક અધિકારી એક રેસ્ક્યૂ મિશન પર જઈ રહ્યા હતા. હકીકતમાં નાઈજીરિયામાં 42 લોકોને કિડનેપ કરવામાં આવ્યા હતા અને તેમને બચાવવા માટે રેસ્ક્યૂ મિશન ચલાવવામાં આવ્યું હતું.

એન્જિનમાં આગ લાગ્યા પછી વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એરપોર્ટના એક સ્ટાફે જણાવ્યું હતું કે નજરોની સામે જ પ્લેન ટૂટી પડતાં લોકો ચીસો પાડવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શનિવારે અમેરિકામાં યુનાઈટેડ એરલાઈન્સમાં પણ એક વિમાનમાં આગ લાગી હતી. જોકે એ દુર્ઘટનામાં યાત્રીઓને કોઈ નુકસાન થયું ન હતું. વિમાનનું સફળતાપૂર્વક ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો….

મુંબઇની એક હોટેલ ખાતે દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદે કરી આત્મહત્યા(suicide), ગુજરાતીમાં મળી સુસાઇડ નોટ