CM Vijay Rupani image

રાત્રિ કરફ્યુ(night curfew)ને લઇ CM રુપાણીનો મહત્વનો નિર્ણયઃ આ તારીખથી 36 શહેરોના વેપારીઓને આપી આ છૂટ, વાંચોમાં શું કહ્યું મુખ્યમંત્રીએ..?

ગાંધીનગર, 02 જૂનઃ કોરોનાના વધતા કેસોના કારણે રાજ્યમાં રાત્રિ કરફ્યુ(night curfew)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ  દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે  રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

ADVT Dental Titanium

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ(night curfew) અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ  36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો  દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે. 

આ પણ વાંચો….

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી(Farming) કરીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું માતબર ઉત્પાદન મેળવતા શિક્ષક ભરતભાઈ પટેલ