New year 2020 edited

આજ રાતથી રાત્રિ કરફ્યું લંબાવાની થશે જાહેરાત, યંગસ્ટર્સને નહીં ઉજવવા મળે થર્ટી ફસ્ટ

New year 2020 edited

અમદાવાદ, 07 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્યમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિતના ત્રણ મહાનગરોમાં રાત્રી કરફયુ પણ અમલી બનાવાયો છે. આવતીકાલે સોમવારે રાત્રી કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર રાત્રી કરફ્યુની મુદતમાં વધારો કરે તેવી શક્યતા છે. રાજ્ય સરકાર આવતીકાલે કરફ્યુ મુદ્દે નિર્ણય જાહેર કરી શકે છે.

કોરોના કેસોને પગલે રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ ,સુરત અને વડોદરામાં રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાદ્યો છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા સરકારે 7મી ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ અમલી બનાવવા નક્કી કર્યુ હતું. આવતીકાલે રાત્રી કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે. સૂત્રોના મતે, ગુજરાતમાં હજુય કોરોના કાબૂમાં આવી શક્યો નથી. રાજ્યમાં રોજ 1500થી વધુ કેસો નોધાઇ રહ્યાં છે તે જોતાં રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કરફ્યુ હજુય અમલી રહેશે. કોરોનાના સંક્રમણને જોતાં સરકાર રાત્રી કરફ્યુમાં ઢીલ આપવામાં આવશે નહીં. આ કારણોસર રાજ્ય સરકાર રાત્રી કરફ્યુની મુદતમાં વધારો કરી શકે છે.

whatsapp banner 1

સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, રાજ્ય સરકારે ડિસેમ્બરના અંત સુધી રાત્રી કરફ્યુ યથાવત રાખશે પરિણામે 31 ડીસેમ્બરને ય કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. આ વર્ષે ગુજરાતમાં યુવાઓની થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવાની ઇચ્છા મનની મનમાં જ રહી જશે. રાત્રી કરફયુ અમલમાં આવતાં જ 31મી ડિસેમ્બરની ઉજવણી પર આપોઆપ રોક લાગી જશે. થર્ટી ફર્સ્ટની રાત્રીએ હજારોની ભીડ ઉમટે છે તે જોતાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે જેના કારણે સરકાર રાત્રી કરફ્યુ યથાવત રાખવાના આવી શકે છે.

આ પણ વાંચો…

ખાનગી સ્કૂલોનો મોટો નિર્ણય, કોરોનામાં વાલીનું મૃત્યુ થશે તો બાળક ભણે ત્યાં સુધી ફી માફી