scrapping vehicles

Notification For Scrap Dealers: ભંગારનાં વેપારીઓએ ફરજિયાત રજિસ્ટર નિભાવવાનું રહેશે

Notification For Scrap Dealers: સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

સુરેન્દ્રનગર, 05 ફેબ્રુઆરીઃ Notification For Scrap Dealers: ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી.

આ બાબતને ધ્યાને લઈ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂએ સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભંગારનાં વેપારીઓ માટે ભંગાર વેંચવા આવનાર તેમજ ખરીદ કરવા આવનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજીસ્ટર રાખવાને ફરજિયાત કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનાં વિસ્તારમાં ભંગાર લે-વેચ કરનારા વ્યાપારીઓએ ભંગારનો પ્રકાર/વર્ણન તથા અન્ય વિગતો, ભંગાર જેની પાસેથી ખરીદેલ હોય તેનું નામ, સરનામું, એક આઈ.ડી.પ્રૂફ તથા તેનો તાજેતરનો ફોટો, ભંગાર જેને વેચેલ હોય તેનું નામ-સરનામું, આઈ.ડી.પ્રૂફ તથા તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતું રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચો.. Surat Assembly: વડાપ્રધાનના હસ્તે સુરતની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો