હવે ગ્રામિણ વિસ્તારની સખી મંડળની બહેનો ચલાવશે મીની બેંક:મોહનભાઇ કુંડારીયા

Screenshot 20200706 165742

૧૦૦ થી વધુ સેવાઓ માટે ગ્રામ્ય કક્ષાએ વન સ્ટોપ સેન્ટર કાર્યરત થશે

સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાને હસ્તે બી.સી. સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયું

ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ સાથે ડિઝિટલ ક્રાંતીના પગરણથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ડિઝિટલ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન થશે ફળીભૂત

Screenshot 20200706 165747


રાજકોટ તા.૬ જુલાઇઃ– રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મીશન પુરસ્કૃત અને કોમન સર્વિસ સેન્ટરના સંયુકત ઉપક્રમે આજે રાજકોટ જિલ્લાની ૨૩ સખી મંડળની બી.સી. સખી બહેનોને સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડી.જી. બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં ડિઝિટલ ક્રાંતીના મંડાણ થયાં છે. આ સંદર્ભે ગ્રામ્ય વિસ્તારની બહેનોને ડીઝીટલ ક્ષેત્રે સાંકળવાના અભિનવ પ્રયાસ અન્વયેનું એક મહત્વપૂર્ણ કદમ એટલે બી.સી. સખી ડી.જી.પે. સેન્ટર. જે હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ચાલતા સખીમંડળની બહેનો દ્વારા ચલાવાશે.

Screenshot 20200706 165902

આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ સંખીમંડળની બહેનોને ડી.જી.ડીવાઇસ વિતરણ કરતા જણાવ્યું હતું કે, ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ સાથે ગ્રામ્ય કક્ષાએ ડિઝિટલ ક્રાંતીના પગરણથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ડિઝિટલ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ખરા અર્થમાં ફળીભૂત થશે. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, ભારત સરકારની એજન્સી કોમન સર્વિસ સેન્ટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આ પ્રયાસ થકી ગ્રામ્ય કક્ષાએ ૧૦૦ થી વધુ સેવાઓ ઉપલબ્ધ થવાથી ગ્રામ્ય કક્ષાએ મહિલાઓનો સશકતિકરણ સાથે ખરા અર્થમાં આજે ડિજિટલ ક્રાંતિના મંડાણ થયા છે.
આધારકાર્ડ સાથે લીંકેજ બેંન્કીંગ સેવાઓ સાથે અન્ય પાનકાર્ડ, હયાતીના પ્રમાણપત્ર, પાસપોર્ટ માટેની એપ્લીકેશન અન્ય યોજનાઓ તથા રોજગારીને લગતી એપ્લીકેશનો અને સરકારી સહાયોને લગતા નાંણા સહિતની સેવાઓ આ બહેનો દ્વારા વિશેષ ફિંગરપ્રીન્ટ ડિઝિટલ ડિવાઇસ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થશે. એટલે કે મીની બેંકીંગ સાથે અન્ય ૧૦૦ થી વધુ સુવિધાઓ પણ ગ્રામ્ય કક્ષાએ મળી શકશે. તેમ જણાવતાં જિલ્લા ગ્રાામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલે વધુમાં કહયું હતુ કે, આ સુવિધા થકી આપણા ગામડા હવે ડિઝિટલ પેમેન્ટ સાથે આત્મનિર્ભર બનશે.

Screenshot 20200706 165841

આ ડિઝિટલ ટ્રાન્ઝેકશન દીઠ બી.સી. સખી બહેનોને કમિશનરૂપે નિયત રકમ મળશે જે તેની આજીવિકામાં વધારો કરશે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં બહેનો માટે સેવા સાથે રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના વિકટ સમયે ગ્રામ્યકક્ષાએ વસતા લોકોને આર્થિક વ્યવહાર માટે શહેર કે મોટા સેન્ટરમાં જવાની જરૂરી નહીં રહે તથા કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં પણ આ સવલત એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
વલસાડ જિલ્લાના એક બી.સી. સખીબહેને રૂપિયા ૧.૫૪ કરોડના ટ્રાન્ઝેકશન સાથે ભારતભરમાં પ્રથમ ક્રમાંક મેળવી માતબર રકમનું કમીશન મેળવ્યું છે, તેવી પ્રોત્સાહક માહિતી આપતાં કોમન સર્વિસ સેન્ટરના શ્રી વિપુલભાઇ સોરાણી વધુમાં જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં સખીમંડળમાં કાર્યરત ધો. ૧૦ પાસ બહેનોને વિશેષ આઠ દિવસની તાલીમ, વર્કશોપ અને રજીસ્ટ્રેશન કરાવી તાલીમબધ્ધ બહેનોને રૂપિયા ૨૫૦૦ની કિંમતનું ખાસ ડીઝીટલ ડીવાઇસ નિઃશૂલ્ક અપાયું છે. જેથી તેઓ ગ્રામ્ય કક્ષાએ અશકત – વૃધ્ધ સહિતની મહિલાઓને ઘરઆંગણે બેંકીંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકે. આ કાર્ય થકી બી.સી. સખી બહેનો લઘુત્તમ આઠ હજારથી વધુની આવક રળી શકશે.

Screenshot 20200706 165851

આ તકે બી.સી. સખી તરીકે આ વિશેષ ડિઝિટલ ડીવાઇસ મેળવેલા લોધીકા તાલુકાના દેવગામ ગામના શ્રી ગણેશ સખીમંડળના શ્રી ખ્યાતીબેન સરપદડીયાએ આનંદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ બી.સી.સખી ડીજી. પે. સુવિધા થકી તેઓ આસપાસના ગામડામાં રહેતા લોકોને ૧૦૦ થી વધુ સેવાઓ આપી શકશે તથા સેવા સાથે સારી એવી રકમની રોજગારી પણ રળી શકશે. આમ ડિઝીટલ ઇન્ડીયા અભિયાન સાથે મહિલા સશક્તિકરણને સાંકળવામાં આવતાં હવે ડિઝિટલ ક્રાંતીના પગરણ ગ્રામ્ય કક્ષાએ ધીમી પણ મક્કમ ગતીએ શરૂ થઇ ચૂકયા છે.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી વિરેન્દ્રભાઇ બીસીયાએ કાર્યક્રમની વિસ્તૃત માહિતી અને હેતુથી સૌ કોઇને અવગત કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મીશનમંગલમ યોજનાના પ્રોજેકટ ઓફીસર શ્રી સરોજ બહેને કર્યું હતું. કેારોના મહામારીના સંદર્ભે માત્ર લાભાર્થી અને આ યોજના સાથે સંકળાયેલ સંબંધિત અધિકારીઓ સાથે સલામતીના પગલાઓની અમલવારી સાથે આ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
આ પ્રસંગે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, માઇક્રો ફાઇનાન્સ કન્સલટન્ટ શ્રી કાનાભાઇ, સી.એસ.સી. એજન્સીના શ્રી ગૌત્તમભાઇ પરમાર સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટ:માહિતી બ્યુરો, રાજકોટ