Army shool

OBSSA foundation: બાલાચડી સૈનિક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા OBSSA ફાઉન્ડેશનની શરૂઆત કરાઇ

OBSSA foundation: ‘OBSSA ફાઉન્ડેશન’ના લોકાર્પણ પ્રસંગે સૈનિક સ્કૂલ, બાલાચડી એસોસિએશન (OBSSA) ના લગભગ 400 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ AMA હોલ ખાતે એકત્રિત થયા હતા.

જામનગર, 05 એપ્રિલ: OBSSA foundation: OBSSA ફાઉન્ડેશનનો પ્રારંભ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ આઈએએસ શ્રી મુકેશ કુમાર દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉદ્દબોધન કરતા OBSSA ફાઉન્ડેશનના ચેરમેન ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, ફાઉન્ડેશન બાલાચડી સૈનિક સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને સક્રિયપણે મદદ કરશે. આ ફાઉન્ડેશનની સ્થાપના પાછળનો અમારો વિચાર છે કે, અમે એક એવી કમ્યૂનિટી બનાવીએ જે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરતું રહે. આ ઉપરાંત ફાઉન્ડેશન સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો માટે પણ મદદ કરશે.

balachadi jamnagar

મહામારી દરમિયાન અમદાવાદમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને સૈનિક શાળા તિલૈયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી IAS મુકેશ કુમારે આ પ્રસંગે ભારપૂર્વક કહ્યું હતું કે, શાળાકીય અભ્યાસ દરમિયાન સંપાદિત મૂલ્યોને જાળવી રાખવા એ જ સમયની માગ છે.

આ પણ વાંચો..PM Modi Visit J&K: કલમ 370 દૂર થયા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી J&Kના પ્રવાસે- વાંચો વિગત

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *