One dose vaccine: WHOએ આપી કોરોનાની આ વેક્સિનને લીલીઝંડી,કહ્યું- બે નહીં દર્દીને એક જ ડોઝની જરુર

One dose vaccine

નવી દિલ્હી, 13 માર્ચઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારના રોજ અમેરિકી દવા કંપની જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ(One dose vaccine) કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. જે ખૂબ જ સારા સમાચાર છે.  આ મંજૂરી આપ્યા પછી હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાન અંતર્ગત ગરીબ દેશોમાં સપ્લાઇ કરી શકાશે. જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે આના 2 ડોઝની જગ્યાએ દર્દીને 1 જ ડોઝ(One dose vaccine)ની જરૂર પડે છે. એટલે એક જ ડોઝનમાં ઇમ્યુનિટી આવવવાની શરૂ થશે.

Whatsapp Join Banner Guj

ભારતમાં એક સમયે કાબુમાં આવેલી ગયેલી કોરોના મહામારી ફરીથી ઉથલો મારી રહી છે, જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં સતત બીજા દિવસે અને ૭૮ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨૩ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે છ દિવસમાં કોરોનાના એક લાખ કેસ વધી ગયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજીબાજુ મહારાષ્ટ્રમાં પણ કોરોનાની સ્થિતિ વધુ કથળી રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાથી મહારાષ્ટ્ર સરકારે નાગપુર પછી હવે અકોલા અને પરભણીમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો તેમજ પૂણેમાં નાઈટ કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે.

ડેનમાર્ક, નૉર્વે સહિત ઘણા યુરોપિય દેશોમાં રસીના ઉપયોગ પર રોક લગાવી દેવામાં આવી છે. આશરે 50 લાખ યુરોપિય લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી લગાવવામાં આવી છે જેમાંથી 30 કેસ એવા સામે આવ્યા છે જેમાં લોહીના ગઠ્ઠા જામવા લાગ્યા છે. ઇટાલી અને ઑસ્ટ્રિયાએ પણ દવાની કેટલી બૅચનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. ડેનમાર્ક, નૉર્વે અને આઇસલૅન્ડે એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે.

યુરોપિયન મેડિસિન્સ એજન્સીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે એ વાતના કોઈ સંકેત નથી કે લોહીના ગઠ્ઠા જામવા પાછળ આ રસીનો ઉપયોગ જ જવાબદાર છે પરંતુ એ સારું રહેશે કે તેના ખતરાને ઓછો કરવા પ્રયાસ ચાલુ રાખવામાં આવે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(WHO) કહ્યું હતું કે એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાડવાની જરૂર નથી. સંગઠનના પ્રવક્તા માર્ગરેટ હેરિસે શુક્રવારે કહ્યું હતું કે આ એક ઉત્તમ વેક્સિન છે, જેનો ઉપયોગ વિશ્વભરમાં કરાઈ રહ્યો છે. આડઅસરોની જેટલી પણ ફરિયાદો આવી રહી છે, પરંતુ એના હજુ સુધી કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી.

વિશ્વમાં ગત 24 કલાકમાં 4.85 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 9 હજારથી વધુ દર્દીઓનાં મોત થયાં છે. અત્યારસુધી વિશ્વમાં 9 કરોડ 62 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે, તો બીજી બાજુ, 26 લાખ 50 હજારથી વધારે લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. સમગ્ર વિશ્વમાં અત્યારે જોવા જઈએ તો 2 કરોડ 6 લાખથી વધારે દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. આ તમામ માહિતી www.worldometers.info/coronavirusના આધારે લેવામાં આવી છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં હાલ કોરોનાના 1 કરોડ 50 લાખથી વધુ કેસ નોંધાવી ચુક્યા છે. દુનિયામાં કોરોનાને કારણે 6 લાખ 50 હજાર લોકોના મોત થયા છે. આ સ્થિતિ પ્રમાણે જો માનવ શરીર કોરોના સામે લાંબા ગાળાની રોગ પ્રતિકારક શક્તિ કેળવી ન શક્યું તો કોરોના 2025 અથવા તેનાથી પણ આગળના વર્ષો સુધી ચાલતો રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો…

પાક મરીન દ્વારા કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 4 બોટ સાથે 20 માછીમારોનું અપહરણ(fishermen kidnapped), ભારતીય એજન્સી સતર્ક બની- માછીમારોમાં ભયનો માહોલ