Pakistani boat caught

Pakistani boat caught: કચ્છ નજીકના ખાડી વિસ્તારમાંથી BSFએ નવ પાકિસ્તાની બોટ જપ્ત કરી

Pakistani boat caught: બીએસએફની પેટ્રોલિંગ બોટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાકિસ્તાની માછીમારોની બોટને જપ્ત કરી લીધી

કચ્છ, 10 ફેબ્રુઆરીઃ Pakistani boat caught: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ ગુરુવારે સવારે ગુજરાતના કચ્છ જિલ્લા નજીક ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદે હરામી નાલા ક્રીક વિસ્તારમાં નવ પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી. જપ્તી બાદ, BSF એ પડોશી દેશની આવી વધુ કોઈ બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી છે કે કેમ તે શોધવા માટે ખાડી ક્ષેત્રમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

BSFના ગુજરાત ફ્રન્ટિયરના ઈન્સ્પેક્ટર જનરલ જી.એસ. મલિકે પીટીઆઈને જણાવ્યું હતું કે, “નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, BSFના જવાનોએ વિસ્તારનો સંપૂર્ણ દ્રશ્ય મેળવવા માટે કેમેરાથી સજ્જ UAVs (માનવ રહિત વાહનો અથવા ડ્રોન) આકાશમાં મોકલ્યા હતા. UAV દ્વારા, અમે હરામી નાલા વિસ્તારમાં નવ માછીમારી બોટ જોઈ.

આ પણ વાંચોઃ Prohibition on religious attire: કર્ણાટક હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, શાળા-કોલેજમાં ધાર્મિક પોશાક પહેરવા પર પણ પ્રતિબંધ- વાંચો વિગત

બીએસએફની પેટ્રોલિંગ બોટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાકિસ્તાની માછીમારોની બોટને જપ્ત કરી લીધી હતી.તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ પાકિસ્તાની માછીમાર પકડાયો નથી કારણ કે આ બોટમાં સવાર લોકો BSFની હાજરીની જાણ થતાં જ પાકિસ્તાન તરફ ભાગી ગયા હોઈ શકે છે.

મલિકે કહ્યું, “અમે નવ બોટને જપ્ત કર્યા પછી ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે કારણ કે અમને લાગે છે કે ત્યાં કેટલીક વધુ બોટ હોઈ શકે છે.” શક્ય છે કે અમે પાકિસ્તાની માછીમારો શોધી શકીએ કે જેમણે આપણી જળસીમામાં ઘૂસણખોરી કરી છે.” મલિકે જણાવ્યું હતું કે બોટને જપ્ત કર્યા પછી ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશનનુ વ્યક્તિગત દેખરેખ કરવા માટે તેઓ ગાંધીનગરથી કચ્છ આવ્યા હતા.

Gujarati banner 01