Gujarat Vaishya mandal

Palanpur Blood Donation Camp: પાલનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં 147 બોટલ બ્લડ એકત્રિત કરાયુ

Palanpur Blood Donation Camp: પાલનપુર ખાતે ગુજરાત માથુર વૈશ્ય મંડલ દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૪૭ બોટલ બ્લડ એકત્રિત કરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 26 જુલાઈ:
Palanpur Blood Donation Camp: માથુર વૈશ્ય સમાજે સમગ્ર ગુજરાતમાં પોતાના અનોખા સેવાકાર્ય માટે અલગ ઓળખ ઉભી કરી છે.લોહી કોઇ ફેકટરીમાં તૈયાર થતું નથી. આકસ્મિક લોહીની જરુરિયાત ઉભી થાય ત્યારે કોઇએ આપેલું લોહી અન્યના જીવનમાં નવજીવન લાવી શકે છે. આવા સુવિચારુ અને સેવાભાવી વિચારને સાર્થક કરવા ભારતીય માથુર વૈશ્ય મહાસભા સંલગ્ન ગુજરાત મંડલીય પરિષદ દ્વારા ગુજરાત મંડલના અધ્યક્ષ ડો.સુરેન્દ્ર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ૧૨૪ વાર રક્તદાન કરી ચુકેલા સ્વ.બિરજુભાઇ ગુપ્તાની પુણ્ય સ્મૃતિમાં પાલનપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ગુજરાત મંડલિય પરિષદ અંતર્ગત પાલનપુર મહિલા મંડલ,પાલનપુર યુવાદલ શાખા સભાના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૯ દંપતિ સહિત કુલ ૧૪૭ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતું.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ક્ષેત્રિય સંયોજક સતિષ ગુપ્તા,બ્લડ કેમ્પ સંયોજક સરણ ગુપ્તા,કેમ્પ સંયોજક વિસ્મય ગુપ્તા,પાલનપુર શાખા સભા પ્રમુખ બિપીનભાઇ ગુપ્તા,મંત્રી રાકેશભાઇ ગુપ્તા,અજય ગુપ્તા સહિત તમામ હોદ્દેદારો,પાલનપુર યુવાદલ પ્રમુખ મયંક ગુપ્તા,મંત્રી વિનીત ગુપ્તાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

ગુજરાત મંડલના અધ્યક્ષ ડો.સુરેન્દ્ર ગુપ્તા તથા મંત્રી નયન શાહે પાલનપુર માથુર વૈશ્ય સમાજના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો..The court sentenced the rapist to death: સુરતમાં ત્રણ વર્ષની એક નાની બાળા સાથે થયેલ દુષ્કર્મ મામલે કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી- વાંચો વિગત

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *