high court divorce approved

The court sentenced the rapist to death: સુરતમાં ત્રણ વર્ષની એક નાની બાળા સાથે થયેલ દુષ્કર્મ મામલે કોર્ટે નરાધમને ફાંસીની સજા ફટકારી- વાંચો વિગત

The court sentenced the rapist to death: આરોપી રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને કોર્ટે આજે ફાંસીની સજા ફટકારી

સુરત, 26 જુલાઇઃ The court sentenced the rapist to death: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સ, દારૂ અને હવે દુષ્કર્મનું દૂષણ વધતું જઈ રહ્યું છે. તાજેતરમાં જ સુરતમાં ત્રણ વર્ષની એક નાની બાળા સાથે થયેલ દુષ્કર્મ મામલે કોર્ટે ઐતિહાસિક રીતે 100 દિવસમાં ચુકાદો આપીને નરાધમને ફાંસીની સજા ફટકારી છે.

મંગળવારે સુરત એડિશનલ ડ્રિસ્ટિક એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી પી ગોહિલ દ્વારા આ સજા સંભળાવી છે. આરોપી રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને કોર્ટે આજે ફાંસીની સજા ફટકારી છે.

આ પણ વાંચોઃ 19 MLAS Suspended From Rajya Sabha: રાજ્યસભામાં હંગામો, સભાપતિએ 19 સાંસદોને કર્યા સસ્પેંડ,ગઇકાલે કોંગ્રેસના 4 લોકસભા સાંસદોને કર્યા હતા સસ્પેન્ડ

14 એપ્રિલે આચર્યું હતુ દુષ્કર્મ : 

ગુજરાતના સુરતના પુણા વિસ્તારની શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીના અપહરણ,બળાત્કાર તથા હત્યા કરી પુરાવાનો નાશ કરનર મધ્યપ્રદેશના રીવા ગામના વતની રામપ્રસાદ ઉર્ફે લલનસિંઘ વિરુધ્ધ કેસ નોંધાયો હતો. પોક્સો એક્ટના ભંગ હેઠળ 31 વર્ષીય આ લલનસિંઘને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

પુણા ગામના ઓવરબ્રિજ નીચે સુતેલા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની સુતેલી બાળકીને આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંગે ગઈ તા.13મી એપ્રિલના રોજ બદકામના ઈરાદે અપહરણ કર્યું હતુ.તેવામાં બાળકી જાગીને રડવા લાગતા આરોપીએ ખુલ્લા  ઓપન પ્લોટમાં બાળકીને પટકીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને તેની હત્યા કરી લાશનને દાટી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.પુણા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગેઈટ એનાલીસીસના આધારે આરોપીને ઝડપી લઈને તેની વિરુધ્ધ સ્પીડી ટ્રાયલ ચલાવી કેસ પુરો કર્યો હતો.

આ પણ વાંચોઃ Income Tax Return: કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો- વાંચો શું છે કારણ?

Gujarati banner 01