Police project kaushal

Surat city Police Welfare: સુરત શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ ‘કૌશલ’ (Kaushal) નો પ્રારંભ

Surat city Police Welfare: પોલીસ વેલફેર પ્રવૃત્તિઓ અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા પ્રોજેક્ટ ‘કૌશલ'(Kaushal) નો પ્રારંભ

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 26 જુલાઈ:
Surat city Police Welfare: સુરત શહેર પોલીસ મુખ્ય મથકના તાલીમ કેન્દ્ર ખાતે પોલીસ પરિવારની મહિલાઓ માટે IFS-ઈન્સ્ટીટયુટ ઑફ ફેશન સ્ટડીઝના સહયોગથી ‘પ્રોજેક્ટ કૌશલ’ (Project kaushal) નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યકમમાં ઉપસ્થિત રહેલી ૯૦ જેટલી મહિલાઓને ‘ટાઈ એન્ડ ડાઈ’, ભરતકામ તથા ફેશન ડિઝાઈનીંગને લગતી વિવિધ પ્રવૃતિઓ દ્વારા કૌશલ્યવર્ધન અંગેની માહિતી આપી પોલીસ મુખ્ય મથક ખાતે શરૂ થનાર વિવિધ કોર્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Surat city Police Welfare, Project Kaushal

નાયબ પોલીસ કમિશનર (વહીવટ અને મુખ્ય મથક) સરોજ કુમારીએ મહિલાઓને વ્યવસાયગત સજજતા બક્ષવામાં આવી તો તો તે સફળ ઉદ્યોગ સાહસિક કે લઘુ વ્યવસાય, ગૃહ ઉદ્યોગમાં સફળતાથી કાર્યરત થઈ શકે છે એમ જણાવી મહિલા સ્વાવલંબન પ્રવૃતિ એ વર્તમાન સમયમાં અતિ આવશ્યક હોવાનો મત વ્યકત કર્યો હતો. તેમણે પોલીસ પરિવારની બહેનોને કુશળ અને પગભર બનવાનો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ACP જાહિદખાન પઠાણ (PHQ) તથા RPI એમ.એસ.રાઠોડ અને પોલીસ પરિવારની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો..Income Tax Return: કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો- વાંચો શું છે કારણ?

Gujarati banner 01