palanpur char rasta

Palanpur No parking zone: પાલનપુર એરોમા સર્કલની ચારેય બાજુ 150 મીટરના અંતર સુધી નો પાર્કિગ ઝોન જાહેર

Palanpur No parking zone: પાલનપુર એરોમા સર્કલની ચારેય બાજુ ૧૫૦ મીટરના અંતર સુધી નો પાર્કિગ ઝોન જાહેર કરવા કલેકટર આનંદ પટેલે જાહેરનામું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૨ નવેમ્બર:
Palanpur No parking zone: નામદાર સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ SLP NO.20600/19ના આદેશ મુજબ પાર્કિગ તથા ટ્રાફીકના પ્રશ્નો નિવારવા માટે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સુધારા વધારા કરી જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તેમજ તેની અમલવારી કરવાની કાર્યવાહી કરવા જણાવેલ છે. જે અનુસંધાને પોલીસ અધિક્ષક, બનાસકાંઠા, પાલનપુરના પત્ર તા.૦૯/૦૯/૨૦૨૧થી અત્રેના જિલ્લામાં પાલનપુર એરોમા સર્કલની ચારેય તરફ હોટેલો, જી.ઈ.બી. કચેરી તેમજ શાળા, કોલેજો, હોસ્પીટલ વિગેરે જાહેર જનતાના ઘસારાવાળી જગ્યાઓ આવેલ છે.

જેથી એરોમા સર્કલ ઉપર લોકો વાહનો રોડ ઉપર પાર્ક કરીને જતા રહેતા હોવાથી ઈમરજન્સી સેવાના વાહનોને અડચણ ઉભી થતી હોય એરોમા સર્કલની ચારેય તરફના માર્ગો ઉપર ૧૫૦ મીટરના અંતર સુધી વાહન પાર્ક નહીં કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અન્વયે પાલનપુર ખાતે આવેલ એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર ૧૫૦ મીટરના અંતર સુધી “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવો ઉચિત જણાય છે.

આ પણ વાંચો…School reopen: અંબાજી પંથકની પ્રા. શાળાઓમાં અચાનક થયેલી જાહેરાતના પગલે શાળાઓમાં બાળકો ની ખુબ પાખી હાજરી જોવા મળી

આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) તથા કલમ ૩૩(૧) (સી)થી મળેલ સત્તાની રૂએ પાલનપુર એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર ૧૫૦ મીટરના અંતર સુધીના મુખ્ય માર્ગને “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા આથી ફરમાવ્યું છે. આ જાહેરનામું આ જાહેરનામું તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી એરોમા સર્કલની ચારેય તરફના મુખ્ય માર્ગો ઉપર ૧૫૦ મીટરના અંતર સુધીના વિસ્તારને લાગુ પડશે અને અમલમાં રહેશે. આ જાહેરનામું ઈમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહીં.

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી ધારોની કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

Whatsapp Join Banner Guj