arasuri ambaji school

School reopen: અંબાજી પંથકની પ્રા. શાળાઓમાં અચાનક થયેલી જાહેરાતના પગલે શાળાઓમાં બાળકો ની ખુબ પાખી હાજરી જોવા મળી

School reopen: અંબાજી પંથકની પ્રા.શાળાઓ પોણા બે વર્ષે ફરી ધબકતી થઈ, અચાનક થયેલી જાહેરાતના પગલે શાળાઓમાં બાળકો ની ખુબ પાખી હાજરી જોવા મળી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 22 નવેમ્બર:
School reopen: ગુજરાતમાં છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી કોરોના મહામારીના કારણે ધોરણ 1 થી 5 ના પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું જે કોરોના નું જોર ઘટતા રાજ્યભરમાં આજ થી ધોરણ 1 થી 5 નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરાતા મોટા ભાગના વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી છે અંબાજી પંથકમાં પડેલા વરસાદના કારણે ઠંડી નું જોર વધતા ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે નો શૈક્ષિણક કાર્ય નો સમય 11 થી 5 નો રાખવામાં આવ્યો છે જોકે ગઈ કાલે અચાનક થયેલી જાહેરાતના પગલે શાળા ઓમાં બાળકો ની ખુબ પાખી હાજરી જોવા મળી હતી.

School reopen class room

એટલુંજ નહીં કેટલાક બાળકો માં શાળાએ જવાનો અભરખો રહ્યો હોય તેમ શાળા ખુલતાની સાથે જ સ્કૂલે પહોંચ્યા હતા જોકે આજે શાળા પ્રારંભ ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ પોણા બે વર્ષ ના લાંબા સમય બાદ શાળા શરૂ થતા ની સાથે જ વિધાર્થીઓ એ સ્વછતાના પાઠ ભણ્યા હોય તેમ શાળા ના રૂમો તેમજ પ્રાંગણ સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા ને સ્વછતા સાથે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું આજે શાળામાં પ્રથમ દિવસ હોવાથી પાંખી હાજરીમાં પણ શિક્ષકો એ વિદ્યાર્થીઓ સાથે કોરોના ગાઈડ લાઈન ની સમજણ આપી શિક્ષણ કાર્ય શરૂ કર્યો હતો અને જે વાલીઓ ની સંમતિ હતી તેટલા બાળકો આજે સ્કૂલ માં જોવા મળ્યા હતા

વધુ વિદ્યાર્થીઓ આવે તે માટે વાલીઓ નું સમ્પર્ક કરવા આચાર્ય વિપુલભાઈ ગામી ગુજરાતી પ્રથામિક શાળા અંબાજી એ જણાવ્યું હતું અને સરકાર ની એસઓપી પ્રમાણે શિક્ષણ કાર્ય ની શરૂઆત કરી હતી એટલુંજ નહીં આજે લાંબા સમય બાદ શિક્ષણકાર્ય શરૂ થતા વાલીઓ પોતાના બાળકો ને શાળા એ મુકવા આવતા નજરે પડ્યા હતા અને શાળા શરૂ કરવાના નિર્ણય ને પણ આવકાર્યો હતો

School reopen

અંબાજી શાળા માં લાંબા સમય થી શાળા ની સફાઈ કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા કરાતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ચોક્કસ પણે સ્વછતાના પાઠ ભણે એ પણ જરૂરી છે ત્યારે મોટી શૈક્ષણિક સંસ્થાઓ માં સરકાર દ્વારા સફાઈ કાર્ય માટે અલાયદા સફાઈ કામદાર તથા પટ્ટાવાળા (સેવક)ની વ્યવસ્થા કરાય તે આજના સમય ની માંગ છે વિદ્યાર્થીઓ શાળા માં ડ્રેસ પહેરી ને આવતા હોય છે ત્યારે ડ્રેસ સાથે સફાઈ કામ કરતા કચવચાટ ની લાગણી પ્રવતર્તી હોય છે.

આ પણ વાંચો…Big decision for science stream: ધો. 10ના વિદ્યાર્થી માટે નિર્ણય, વાંચો વિજ્ઞાનપ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવવાને લઇ શિક્ષણમંત્રીએ શું કહ્યું?

Whatsapp Join Banner Guj