image

શું ગુજરાતમાં દારૂબંધી (Alcoholism)ની મળી શકે છે છૂટ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Alcoholism

અમદાવાદ, 02 માર્ચઃ આજે રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની દારૂબંધી(Alcoholism)ને બંધારણીય અને કાયદેસર ગણાવતો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તેથી અરજદારો તેને આવી રીતે હાઇકોર્ટમાં પડકારી શકે નહીં. જેની સામે અરજદારોની રજૂઆત છે કે સામાન્ય લોકો તેમના ઘરમાં બેસી દારૂ પી શકે તે માટે કેટલીક જોગવાઇઓને આ રિટમાં પડકારવામાં આવી છે.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે જ્યારે ગુજરાત બોમ્બે સ્ટેટનો હિસ્સો હતું ત્યારે તત્કાલિન બોમ્બે પ્રોહિબિશન એક્ટને પડકારવામાં આવ્યો હતો. એફ.એન. બલસારા વિરૂદ્ધ બોમ્બે સ્ટેટના આ ઐતિહાસિક કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 1951માં ગુજરાતમાં લાગુ દારૂબંધી(Alcoholism)ને બંધારણીય અને યોગ્ય ઠેરવી હતી. જેથી હવે આ કાયદાને અરજદારો હાઇકોર્ટમાં પડકારી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

રાઇટ ટુ પ્રાઇવસીનું કારણ આપી હવે આ કાયદાને પડકારી ન શકાય. જે-તે સમયે સુપ્રીમ કોર્ટ જ કાયદાને યોગ્ય ઠેરવી ચૂકી છે તો તેને પડકારતી અરજી સુપ્રીમમાં થવી જોઇએ, નહીં કે હાઇકોર્ટમાં. અત્યારે સિનિયર વકીલોનું તારામંડળ આ મુદ્દે દલીલ કરવા હાજર થયું છે પરંતુ આ પિટિશનો ટકવાપાત્ર નથી. જેની સામે અરજદારો તરફથી રજૂઆત કરાઇ હતી કે તેઓ સમગ્ર કાયદાને પડકારી રહ્યા નથી, કાયદાની અમુક જોગવાઇઓને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરી રહ્યા છે.

તત્કાલિન બોમ્બે પ્રોહિબિશન એક્ટ અને વર્તાન ગુજરાત પ્રોહિબિશન એક્ટની એક જોગવાઇ પ્રમાણે ગુજરાતમાં દારૂના ટ્રાન્સપોર્ટેશન, ખરીદ-વેચાણ, ઉપયોગ અને કબ્જા પર પ્રતિબંધ ફરમાવાયો છે. કોઇ વ્યક્તિ તેના ઘરમાં બેસી દારૂ પીવા માગતી હોય તો રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ તેને આ છૂટ મળવી જોઇએ. તેવી જ અરજદારોની માગણી છે. 

આ પણ વાંચો…

વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થતા બજાર પર સાનુકૂળ અસર, સેન્સેક્સ (sensex) 50 હજાર સપાટીએ પહોંચ્યો