Pavagadh

Pavagadh temple: દર્શનના સમયમાં ફેરફાર, નવરાત્રીને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય

Pavagadh temple: નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પાવાગઢ, 04 ઓક્ટોબરઃ Pavagadh temple: કોરોનાને કારણે લાંબા સમયથી ઘણા મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. હવે કોરોનાના કેસ નહિવત થતા અને ગુજરાતમાં સૌથી વધ વેક્સીનેશન થયા પછી મોટાભાગના મંદિરો અને ટુરીસ્ટ સ્થળો ખુલી ગયા છે, નવરાત્રીમાં ગુજરાતના અંબાજી અને પાવાગઢમાં ભક્તોના ટોળેટોળા ઉમટી પડે છે.

નવરાત્રીમાં દર્શનાર્થે પાવાગઢ ખાતે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સમયની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ મંદીર ખાતે નવરાત્રી નિમીત્તે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 7 ઓક્ટોમ્બરથી મંદિરના દ્વાર સવારના 5 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ ભક્તો પાંચમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 વાગ્યાથી માતાજીના દર્શન કરી શકશે.

આ પણ વાંચોઃ Aryan khans bail denied: આર્યન ખાનના જામીન નામંજૂર, 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે

Whatsapp Join Banner Guj