Planning of mock drill at Dahod railway station

Planning of mock drill at Dahod railway station: દાહોદ શહેરના રેલવે સ્ટેશન ખાતે આજે મૌક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું

Planning of mock drill at Dahod railway station: થોડીક ક્ષણો માટે રેલવે સ્ટેશન પર ભયનો માહોલ સર્જાયો હતો જો કે મોકડ્રિલ હોવાનું જાહેર કરાતા રાહતનો શ્વાસ લીધો હતો

દાહોદ, 02 જૂનઃ Planning of mock drill at Dahod railway station: આજરોજ વહેલી સવારના સમયે દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર બોમ્બની પોલીસને જાણકારી મળતા રેલવે પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ રેલવે સ્ટેશન ખાતે દોડી ગયા હતા. બોમ્બ સ્ક્વોડ ડોગ સ્કોડ સહિત તમામ એજન્સી એકાએક દાહોદ રેલવે સ્ટેશન ઉપર પહોંચતા દાહોદ રેલવે સ્ટેશન ઉપર હાજર મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પોલીસની તમામ એજન્સીઓ દ્વારા શંકાસ્પદ બેગોમાં તપાસ હાથ ધરી હતી અંતે આ કામગીરી મૌક ડ્રિલ હોવાનું જણાતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

અચાનક જ બૉમ્બ હોવાની અફવાથી આસપાસના વિસ્તારમાં વાયુ વેગે માહિતી પહોંચતા રેલવે સ્ટેશન પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ દ્વારા પણ સઘન સુરક્ષા કરવામાં આવી હતી.

રેલવે સ્ટાફ, રેલવે સ્ટેશન પરના મુસાફરોને થોડીક ક્ષણો માટે કશું સમજાણું જ નહીં કે શું થઇ રહ્યું છે અને થોડાક સમય માટે રેલવે સ્ટેશન પર અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. 

આ પણ વાંચોઃ Today rashi bhavishya: આ રાશિના જાતકોને લોકોને થશે અઢળક ફાયદો, આ રાશિના જાતકોને મળશે આવકના નવા સ્ત્રોત

મુસાફરોના માલસામાન ચેક કરવામાં આવ્યા હતા અને શંકાસ્પદ જગ્યાએ પણ તાપસ કરવામાં આવી હતી. આ તાપસ બાદ છેલ્લે મોકડ્રિલ હોવાનું જાણવા મળતા જ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત સરકાર દ્વારા અવારનવાર આવી મોકડ્રિલ યોજવામાં આવતી હોય છે જેમાં લોકોને ખ્યાલ ન હોય તેમ જ અચાનક જ સ્થળ પર તપાસ કરવામાં આવે છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Today hardik patel join bjp: આજે હાર્દિક પટેલ ભાજપમાં વિધિવત જોડાશે, કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૈનિકની જેમ કામ કરશે

Gujarati banner 01