Planting of kharif crops

Planting of kharif crops: સુરત જિલ્લામાં ૩૧૦૩૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

Planting of kharif crops: ડાંગર ૭૩૬૯ હેકટરમાં, સોયાબીન ૪૧૭૧માં અને તુવેરનું ૩૧૦૮ હેકટરમાં વાવેતર

  • જિલ્લાના માંડવી તાલુકામાં સૌથી વધુ ડાંગર ૨૫૫૦ હેકટરમાં અને ૧૭૨૨ હેકટરમાં સોયાબીનનું વાવેતર

સુરત, 18 જુલાઇઃ Planting of kharif crops: સુરત જિલ્લાજ ખેતીવાડી કચેરી તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં ૩૧૦૩૦ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી કરવામાં આવી છે. જેમાં ધાન્યપાકોમાં ૭૩૬૯ હેકટરમાં ડાંગરની, તેલીબિયા પાકોમાં સોયાબીનની ૪૧૭૧ હેકટરમાં અને કઠોળ વર્ગમાં તુવેરનું ૩૧૦૮ હેકટરમાં વાવેતર થયું છે. જિલ્લાના માંડવી તાલુકામાં ડાંગરનું સૌથી વધુ ૨૫૫૦ હેકટરમાં તથા સોયાબીનનું ૧૭૨૨ હેકટરમાં વાવેતર થયું છે.


જિલ્લામાં તા.૧૬મી જુલાઈ સુધીમાં ૩૧,૦૩૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લાય ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.ગામીતના જણાવ્યા અનુસાર જિલ્લાજમાં છેલ્લાણ ત્રણ વર્ષનો સામાન્યો વાવેતર વિસ્તા્ર ૧,૦૯,૨૪૩ હેકટર રહયો છે. તેની સામે અત્યાગર સુધીમાં જિલ્લાની ૩૩૭૫૨ હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થઈ ચુકયું છે.

આ પણ વાંચોઃ 5% GST applicable on this food item from today: આજથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર 5 ટકા જીએસટી લાગુ

વાવેતર કરવામાં આવેલ ખરીફ પાકો પૈકી ધાન્ય પાકોમાં ડાંગરનું ૭૩૬૯ હેકટર અને જુવાર ૨૬૦૦ હેકટર, મકાઈ ૪૩૬ હેકટર, સોયાબીન ૪૧૭૧ હેકટર, કપાસ ૨૨૨૦ હેકટર, મગફળી ૨૫૭ હેકટર, ગુવાર સાત હેકટર, અડદ ૧૧૧, તુવેર ૩૧૦૮, મગ ૯૩ હેકટર, શાકભાજી ૬૧૨૮ હેકટર અને ઘાસચારાનું ૪૪૭૬ હેકટર મળી કુલ ૩૧૦૩૦ હેકટર જમીન વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું૧ છે. જયારે અન્ય પાકોમાં ૨૭૨૨ હેકટર તથા કેળા ૬૦૪ હેકટર, લીલો પડવાશ ૨૦૮૮ હેકટર, પપૈયા ૩૦ હેકટરમાં વાવેતર થયું છે.

આમ જોવા જઈએ તો જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૪૪૬૯ હેકટર, ચોર્યાસીમાં ૯૮૬, કામરેજમાં ૯૩૨ હેકટર, માંગરોળમાં ૮૦૯૪, બારડોલીમાં ૯૬૧, માંડવીમાં ૭૯૪૭ હેકટર, ઉમરપાડામાં ૪૧૬૯, મહુવામાં ૨૪૫૮ અને પલસાણા તાલુકામાં ૫૯૦ હેકટર, સુરત સીટીમાં ૪૨૪ હેકટર મળી અત્યા ર સુધીમાં જિલ્લાેની કુલ ૩૧૦૩૦ હેકટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે.

આ પણ વાંચોઃ Gyanvapi mosque case update: જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદમાં એક નવી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ

Gujarati banner 01