Vedant broke the national junior record in freestyle

Vedant broke the national junior record in freestyle: વેદાંત માધવને બનાવ્યો નવો રેકોર્ડ, સ્વીમિંગમાં તોડ્યો નેશનલ રેકોર્ડ- પિતાએ સોશિયલ પર ગર્વ વ્યક્ત કર્યો

Vedant broke the national junior record in freestyle: એક્ટર આર.માધવનના દિકરાએ ફ્રી સ્ટાઇલનો રાષ્ટ્રીય જુનિયર રેકોર્ડ તોડ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 જુલાઇઃVedant broke the national junior record in freestyle: બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર એક્ટર આર માધવનના પુત્રએ ઈન્ડસ્ટ્રીથી દુર રહીને પોતાની એક અલગ ઓળખ મેળવવાનું નક્કી કર્યું છે. હવે માધવવના પુત્રે સ્વિમિંગમાં અલગ જ રેકોર્ડ પોતાના મે કરતો દેખાઇ રહ્યો છે. વેદાંતે સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. આર માધવનના પુત્રે રાષ્ટ્રીય જુનિયર રેકોર્ડ (c) 1500m ફ્રીસ્ટાઇલ રેકોર્ડ પોતાના નામે છે. તેણે ફરી એકવાર ગોલ્ડ મેડલ જીતીને પિતા અને દેશનું ગૌરવ વધાર્યું છે.

અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની આ સિદ્ધિને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વેદાંતની આ મોટી ઉપલબ્ધિથી તે ખૂબ જ ખુશ છે. વિડિયો શેર કરવાની સાથે અભિનેતાએ લખ્યું, ‘ક્યારેય ના ન કહો. ફ્રી સ્ટાઇલનો રાષ્ટ્રીય જુનિયર રેકોર્ડ તોડ્યો. 

વીડિયોમાં જોઇ શકાય છે કે, અભિનેતાનો પુત્ર વેદાંત કેટલી ઝડપથી સ્વિમિંગ પૂર્ણ કરી રહ્યો છે. ત્યાં લોકો તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. કમેન્ટમાં લખ્યુ છે કે, ’16 મિનિટ થઈ ગઈ. વેદાંતે 780 મી. તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.’ આ વીડિયો જોયા બાદ લોકો તેના વખાણ કરી રહ્યાં છે સાથે જ વેદાંતને ખૂબ અભિનંદન પણ આપી રહ્યા છે.

આ પહેલા પણ વેદાંત સ્વિમિંગમાં પોતાનું નામ રોશન કરી ચૂક્યો છે. તેણે ભૂતકાળમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. વેદાંતે એપ્રિલ મહિનામાં આયોજિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેના વિશે અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને પણ જણાવ્યું હતું. જો કે આ સિવાય માધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ‘રોકેટરી’ રીલિઝ થઈ છે. આમાં તે વૈજ્ઞાનિક નામ્બી નારાયણનું પાત્ર ભજવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Planting of kharif crops: સુરત જિલ્લામાં ૩૧૦૩૦ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર

આ પણ વાંચોઃ 5% GST applicable on this food item from today: આજથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર 5 ટકા જીએસટી લાગુ

Gujarati banner 01