5fb2c618 9980 4e57 afae 2a2d4ae2daff

વડોદરાના પોલીસ જવાને દાહોદમાં સારવાર હેઠળના જવાન માટે કર્યું પ્લાઝમાનું દાન(plasma donate)

  • વડોદરા શહેરમાં કાર્યરત મકરપુરા પોલીસ મથકના જવાને વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા ડોનેટ(plasma donate) કરી પ્રજાજનોને કોરોના સામે લડત આપવાની પ્રેરણા આપી
  • કોવિડ-૧૯ ને લડત આપવા ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી રસી તેમજ કોરોનાને માત આપી સ્વસ્થ થયેલા લોકોના પ્લાઝમા(plasma donate) પણ ખુબજ કારગર ઈલાજ સાબિત થયો છે.

વડોદરા, 25 એપ્રિલઃ ખાખી વર્દી ધારી એક જવાને વડોદરા પોલીસની માનવતાની સરવાણી છેક દાહોદ સુધી પહોંચાડી છે.
દાહોદના પોલીસ જવાન વિનુભાઈ લક્ષ્મણભાઈને પ્લાઝમા સારવાર જરૂરી હતી.તેવા સમયે મકરપુરા પોલીસ મથકના જવાન કલ્પેશ નંદકિશોરે સેવાના સંકલ્પને સાકાર કરતા વડોદરા ખાતે આયુષ પ્લાઝમા સેન્ટર ખાતે બ્લડ પ્લાઝમા(plasma donate)નું સ્વૈચ્છિક દાન કર્યું હતું.આ પ્લાઝમા અહીથી દાહોદ પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીના દવાખાના સુધી પહોંચતા કરવામાં આવ્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આપણે સૌ એકજૂટ થઈ એકબીજાને મદદ કરવી જોઈએ. આ સમયમાં ઉત્તમ ઉદાહરણરૂપે શહેરના મકરપુરા વિસ્તારના ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ પ્લાઝમા ડોનેટ કરી પ્રજાજનોને કોરોના સામે લડત આપવાની પ્રેરણા આપી છે.

plasma donate

કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયેલા લોકોના પ્લાઝમા કોરોના સામે લડત આપવા ખૂબ જ કારગર ઈલાજ છે. શહેર પોલીસ કમિશનર અને દળના ઉચ્ચ અધિકારીઓ પ્લાઝમા ડોનર(plasma donate) અધિકારીઓ અને જવાનોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.શી ટીમ પણ જવાનો દ્વારા પ્લાઝમા દાન અને જરૂરિયાતમંદો વચ્ચે સેતુ બની રહી છે.કોરોના મુક્ત થયેલા સંખ્યાબંધ જવાનો એ બ્લડ બેંકમાં ટેસ્ટ કરાવી પ્લાઝમા દાન માટે લાયક હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું છે.

plasma donate


દાહોદ ટાઉન પોલીસના એ.એસ.આઇ. વિનુભાઈ લાલજીભાઈના કોરોનાની સારવાર દરમિયાન તાત્કાલિક પ્લાઝમાની જરૂરિયાત ઊભી થતાં તા. ૨૪-૦૨-૨૦૨૧ ના રોજ મકરપુરા પોલીસ મથકે ફરજ બજાવતા કલ્પેશ નંદકિશોર એ ‘આયુષ બ્લડ સેન્ટર’ ખાતે પોતાના પ્લાઝમા ડોનેટ(plasma donate) કરેલા હતા. પ્લાઝમા ડોનેશન કોરોનાગ્રસ્ત દર્દીને આ ભયંકર બીમારી સામે માત આપવાની શક્તિ આપે છે. ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની રસી તથા કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયેલા લોકોના પ્લાઝમા કોરોનગ્રસ્ત દર્દીઓ માટે કારગર ઈલાજ સાબિત થયો છે.

આ પણ વાંચો…

અગત્યની માહિતીઃ રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે? તે જાણવા જરુરથી વાંચો(Covid info) અગત્યની માહિતી