pm kisan samman nidhi scheme link aadhaar card edited e1674044692519

PM kisan samman nidhi scheme: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજિયાત આધાર e-KYC કરવા અનુરોધ

PM kisan samman nidhi scheme: ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર, ઈ-ગ્રામ કેન્દ્ર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લિ. મારફતે રૂ.૧૫ નો ચાર્જ ચૂકવી ’e-KYC’ કરી શકશે

અમદાવાદ, 18 જાન્યુઆરી: PM kisan samman nidhi scheme: દેશના તમામ ખેડૂત પરિવારની ન્યૂનતમ આવક સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના’ વર્ષ-૨૦૧૯ થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.૬,૦૦૦ સહાય ૩(ત્રણ) હપ્તામાં ચૂકવવામાં આવે છે.

આ યોજનામાં સહાય મેળવી રહ્યા છે એવા તમામ લાભાર્થી કિસાનોનું ‘e-KYC’ કરવું ફરજિયાત છે. જે ખેડૂતોએ ‘e-KYC’ કરાવ્યું નથી તેમને આ યોજના હેઠળ ૧૩મો હપ્તો ખાતામાં જમા થશે નહિ. જેથી સરકારની આ સૂચનાઓ ધ્યાને લઈ જે ખેડૂતોનું ‘e-KYC’ બાકી હોય તેમણે તાત્કાલિક પૂર્ણ કરવા અનુરોધ છે.

હાલ KYCની પ્રક્રિયા શરૂ હોવાથી જેમનું KYC બાકી હોય તેવા ખેડૂતો નજીકના બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા જિલ્લામાં કાર્યતરત કુલ ૧૮૮ કોમન સર્વિસ સેન્ટર (CSC), ૪૫૩ ઈ-ગ્રામ કેન્દ્ર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લિ. મારફતે e-KYC કરાવી શકશે, જેનો ચાર્જ રૂ.૧૫ ચૂકવવાનો રહેશે. લાભાર્થી ખેડૂત દ્વારા મોબાઈલથી પણ OTP આધારિત ‘e-KYC’ પણ કરી શકાય છે.

ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ સીધો ખેડૂતોના આધારસીડેડ બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. જેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નો લાભ ચાલુ રાખવા પોતાનું ખાતું આધારસીડેડ તથા e-KYC કરાવેલું ન હોય તેમણે ઝડપથી કરાવી લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: Student died of heart attack: વલસાડમાં ચાલું ક્લાસે વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો