PM modi visit anand today

PM modi visit anand today: વડાપ્રધાને આણંદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ, PMએ સંબોધનમાં કહ્યું- મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે

PM modi visit anand today: પીએમ મોદીએ કહ્યું કે, મારે તમને થોડા સતર્ક પણ કરવા છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી હોય તેવું મને લાગી રહ્યું છે.

આણંદ, 10 ઓક્ટોબરઃ PM modi visit anand today: પીએમ મોદી આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, મારે તમને થોડા સતર્ક પણ કરવા છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે ને એને ભરપૂર અજમાવી રહ્યા છે. બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે. તમે ભ્રમમાં ના રહેતા. આ કોંગ્રેસની નવી ચાલ છે. તેઓ નીચે ઘૂસવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. નહીંતર ઘણીવાર આપણે ભ્રમમાં રહીએ.

પીએમ મોદીએ જણાવ્યું કે, આવનારા દસકામાં મારું ગુજરાત ગાજી ઉઠવાનું છે. મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસનું ઓળખ બન્યું છે. હવે વિધુત કાર ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડવાનો છે. આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે. તે દુનિયામાં તાકાત આપવાનું કામ કરનારું છે. હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ.

આ પણ વાંચોઃ Inauguration of PRS on Chandkheda Road: ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (પીઆરએસ) નો શુભારંભ

હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ. ગુજરાતની જનતા ભાગ્યશાળી છે. પંચાયતથી લઇ વિધાનસભા સુધીનો 25 વર્ષનો અનુભવ ધરાવતા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. 25 વર્ષના જાહેર જીવનમાં મુખમાંથી ક્યારેય કટુ વાણી નીકળી નથી, વ્યવહાર પર કોઇએ આંગળી ચીંધી નથી. આનાથી વધારે ગુજરાત માટે રૂડું શું હોઇ શકે.

ગુજરાત ભાજપ એટલે સેવા, સુરક્ષા અને શાંતિ. ગુજરાત ભાજપ એટલે વ્યાપાર-કારોબાર માટે ઉત્તમ વાતાવરણ. ગુજરાત ભાજપ એટલે કરફ્યૂને દેશવટો. ગુજરાત ભાજપ એટલે સમાજને તોડનારી તાકાત પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ. ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત અને ભાજપને સંબંધ અતૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો દિલનો પ્રેમ છે, પોતીકાપણું છે. એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. ભાજપ સરકારે દરેક વાતને ગંભીર લીધી, ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું છે.

આવનારા દશકામાં મારું ગુજરાત ગાજવાનું છે. ગુજરાતની ઓળખ હાઇડ્રો હબ, ફાર્મા હબ અને સેમીકન્ડક્ટર હબ, ઇલેક્ટ્રીક વ્હીલક મેન્યુફેક્ચકરિંગ હબના રૂપમાં નિખરશે. અમૃતકાળ આજના યુવાનો માટે સુવર્ણકાળ છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર તેજ ગતિથી વિકાસની નવી ઉંચાઇ પર લઇ જઇ રહી છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, હવે હાઇજમ્પ મારવાનો છે.

આ પણ વાંચોઃ Heavy rains from UP to Delhi: UPથી દિલ્હીમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર, 27 લોકોના મોત નિપજ્યા

Gujarati banner 01