Heavy rains from UP to Delhi

Heavy rains from UP to Delhi: UPથી દિલ્હીમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર, 27 લોકોના મોત નિપજ્યા

Heavy rains from UP to Delhi: ઉત્તર પ્રદેશના હરદોઈ, સીતાપુર, બુલંદશહેર અને ગાઝિયાબાદમાં વીજળી અને ભારે વરસાદને કારણે મહિલાઓ અને બાળકો સહિત 6 લોકોના મોત થયા છે

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ Heavy rains from UP to Delhi: ઉત્તર પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલો વરસાદ આફતની જેમ તૂટી પડ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે થયેલી દુર્ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે. બીજી તરફ રાજ્યભરમાં આફતના વરસાદને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એડવાઈઝરી જાહોર કરીને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યની સાથે તાત્કાલિક સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે.

દિલ્હી એનસીઆર વિસ્તારમાં શનિવાર બપોરથી અવિરત વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.  લખનૌ, નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, મેરઠ, અલીગઢ, મથુરા, કાનપુર, એટાહ, મૈનપુરી અને ફિરોઝાબાદમાં જિલ્લા સત્તાવાળાઓએ ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ Mohammed siraj argue with Umpire: બીજી ODIમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અમ્પાયર સાથે કરી દલીલ ? વાંચો શું છે મામલો?

ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ ટ્રાફિક પોલીસે મુસાફરોને ડ્રાઈવિંગ કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી પણ આપી છે. ફ્લાયઓવરની નીચે વધુ સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના હરદોઈ, સીતાપુર, બુલંદશહેર અને ગાઝિયાબાદમાં વીજળી અને ભારે વરસાદને કારણે મહિલાઓ અને બાળકો સહિત 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ અને વહીવટી અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સવાઈજપુર તહસીલ વિસ્તારમાં વીજળી પડવાથી બે ખેડૂતોના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે દાઝી ગયો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વંદના ત્રિવેદીએ જણાવ્યું કે, આજે બંને પરિવારોને સરકાર દ્વારા અનુમતિપાત્ર સહાયની રકમ આપવામાં આવશે. વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે. હજારો વીઘા પાક નાશ પામ્યો છે. 

આ પણ વાંચોઃ Nayanthara shivan become parents of twins: લગ્નના 4 જ મહિનામાં નયનતારાએ ટ્વિન્સને આપ્યો જન્મ, પતિ વિગ્નેશ શિવને સો.મીડિયા પર પોસ્ટ શેર કરીને આપ્યા ગુડ ન્યુઝ

Gujarati banner 01