jitu vaghani

2600 teaching assistants will be recruited: ગુજરાતમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી, રાજ્ય શિક્ષણમંત્રીએ કરી જાહેરાત- વાંચો વિગત

2600 teaching assistants will be recruited: ધોરણ 1 થી 5 માં 1000 ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

ગાંધીનગર, 10 ઓક્ટોબરઃ 2600 teaching assistants will be recruited: ગુજરાત સરકારે વિદ્યા સહાયકોની ભરતીને લઇ મહત્ત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમાં ધોરણ 1 થી 5 માં 1000 ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાસહાયકની ભરતીમાં વિધવા બહેનોને 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

આ પણ વાંચોઃ PM modi visit anand today: વડાપ્રધાને આણંદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ, PMએ સંબોધનમાં કહ્યું- મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે

આ પણ વાંચોઃ Inauguration of PRS on Chandkheda Road: ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (પીઆરએસ) નો શુભારંભ

Gujarati banner 01