Liquor beer cheaper

Poisoned Liquor Case update: બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યઆંકમાં સતત વધારો, કુલ 36 લોકોના મોત, 100થી વધુ લોકો હોસ્પિટલોમાં દાખલ

Poisoned Liquor Case update: અમદાવાદ નજીક આવેલ ગ્રામ્ય વિસ્તાર ધંધુકાના પણ 11 લોકોએ આ ઝેરી દેશી દારૂ પીને જીવ ગુમાવ્યો

અમદાવાદ, 26 જુલાઇઃ Poisoned Liquor Case update: સમગ્ર ગુજરાતને ફરી એક વખત હચમચાવી નાખનાર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. સોમવારથી પ્રકાશમાં આવેલ આ ઝેરી દેશી દારૂના પ્રકરણમાં રાજ્યના કુલ 36 લોકો મોતને ભેટ્યા છે.

તાજેતરની માહિતી અનુસાર આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી કુલ 36 લોકોના મોત નીપજ્યાં છે અને અંદાજે 100થી વધુ લોકો હાલ અમદાવાદ સિવિલ અને ભાવનગરની હોસ્પિટલોમાં દાખલ છે.

આ મિથેનોલ આલ્કોહોલ પીને મૃત્યુ પામેલ 50 લોકોમાંથી 25 લોકો બોટાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છે, નભોઈ અને રોજિદનો સમાવેશ થાય છે. જોકે અમદાવાદ નજીક આવેલ ગ્રામ્ય વિસ્તાર ધંધુકાના પણ 11 લોકોએ આ ઝેરી દેશી દારૂ પીને જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચોઃ UP sets record in PM Kisan Yojana: PM કિસાન યોજનામાં યોગી સરકારે બનાવ્યો રેકોર્ડ, યુપીના ખેડૂતોને એક ચતુર્થાંશ પૈસા મળ્યા

આ લઠ્ઠાકાંડ મામલે થયેલ પોલિસ તપાસ અને ગુના અંગેની માહિતી આપતા રાજ્ય પોલિસ વડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે આ પ્રકરણમાં 13 લોકો સામે ગુનો દાખલ થયો છે. આશંકિત લઠ્ઠાકાંડમાં મિથાઈલ આલ્કોહાલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીની સમકક્ષ જ મિથાઈલ કેમિકલ ઉમેરવામાં આવ્યું હતુ. 

ભાવનગરના બોટાદની આસપાસના ગામોમાં થયેલ આ ગોજારી ઘટનાના તાર અમદાવાદ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો, જે મૂળ બોટાદનો રહેવાસી છે. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.

ચોંકાવારી વિગત એ છે કે જયેશે માત્ર 40,000 રૂપિયાની લાલચે આ મિથાઈલ કેમિકલ ચોરી કરીને વેચ્યું હતુ. પોલિસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 600 લિટર કેમિકલ જયેશે 40,000 રૂપિયામાં વેચ્યું હતુ.

આ પણ વાંચોઃ GIFT–IFSC: ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટીની દેખરેખ હેઠળ ૩૦૦થી વધુ એકમો દ્વારા ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ

Gujarati banner 01