Boat

Porbandar boat: ઈરાન નજીક સમુદ્રમાં ગરકાવ થયેલા ‘જમના સાગર’ વહાણના ખલાસીનો મૃતદેહ મળ્યો, જાણો…

Porbandar boat: પાંચ દિવસ પહેલા લોઢ લોઢ ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયા હતા

અમદાવાદ, ૧૩ ઓગસ્ટ: Porbandar boat: પોરબંદરનું એક ૫૦૦ ટનનું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે પાંચ દિવસ પહેલા લોઢ લોઢ ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયા હતા. જેથી આ વહાણે જળસમાધિ લઇ લીધી હતી. આ બનાવમાં એક કુ મેમ્બર દરીયામાં ગરકાવ થઇ ગયો હતી જેની લાશ મળી આવી છે, જયારે અન્ય નવ ક્રુ મેમ્બરોને ત્યાંથી પસાર થતા ગેસશીપના ટેન્કરે બચાવી લીધા છે અને તેઓને દુબઇ લઇ જવાયા છે.

જમના શિપીંગ નામની પેઢીની માલિકીનું ‘ જમના સાગર ’ નામનું ૫૦૦ ટનનું અને અંદાજે પોણા બે કરોડની ઊંમત ધરાવતું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાના ચોબાર બંદરે ગયું હતું અને ત્યાંથી આ માલ ખાલી કરીને પોરબંદર આવી રહ્યું હતુ.

દસ ક્રુ મેમ્બર સાથે ઈરાનથી રવાના થયેલું વહાણ તા. ૯/૮ ના દોઢેક વાગ્યે પસણી અને ગ્વાદારની વચ્ચે કીનારાથી આશરે ૧૦૦ નોટીકલ માઈલ દુરથી પસાર થઇ રહ્યું હતું. ત્યારે અચાનક જ તોફાની સમુદ્રના લોઢ લોઢ ઉછળતા મોજાને લીધે સમુદ્રના પાણી વહાણમાં ભરાવા લાગ્યા હતા અને આ વહાણ ડુબી ગયું હતું.

એમ.આર.સી.સી. દ્વારા તપાસ હાથ ધરીને નજીકથી પસાર થતી ગેસશીપ ટેન્કર એમ.ટી. ઈએકે ને જાણ કરવામાં આવી હતી અને ડુબી રહેલા વહાણના નવ ખલાસીઓને બચાવી લેવાયા હતા જયારે શેખ હુસેન અલીમામદ નામનો એક ખલાસી તોફાની સમુદ્રમાં ગરકાવ થઇ ગયો હતો. જેનો મૃતદેહ મળી આવ્યો છે અને બચી ગયેલા ખલાસીઓને દુબઇ લઇ જવાયા છે એમઆરસીસી મુંબઇની કામગીરીને બિરદાવામાં આવી હતી.

આ પણ વાંચો: Arvind kejriwal will visit saurashtra: મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, વાંચો વિગતે…

Gujarati banner 01