Banner

Pre-Vibrant Event: એકતાનગરમાં દેશભરના ટુર ઓપરેટરોનો મેળાવડો, સાહસિક પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા થશે મંથન

Pre-Vibrant Event: તા.૧૯મી સુધી ચાલનારા એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના એન્યુઅલ કન્વેન્શનમાં પર્યાવરણહિતેષી અને રોજગારી સર્જક પ્રવાસન પ્રવૃત્તિના વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે

રાજપીપલા, 16 ડિસેમ્બરઃ Pre-Vibrant Event: આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના પૂર્વાર્ધે ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૯મી ડિસેમ્બર સુધી એક્સપ્લોરિંગ ન્યુ ફ્રોન્ટિયર્સ થીમ હેઠળ ૧૫મું એન્યુઅલ કન્વેન્શન યોજાવા જઈ રહ્યું છે.

દેશની “ગ્રોસ ડેમોસ્ટિક પ્રોડક્ટ” માં મહત્વનો હિસ્સો ધરાવતા પ્રવાસન ક્ષેત્ર માટે આ એન્યુઅલ કન્વેન્શન મહત્વપૂર્ણ સાબિત થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી દિશાદર્શન કરવાના છે. તા. ૧૭ ડિસેમ્બરના રોજ પ્રારંભિક સત્ર બાદ ધ એડવેન્ચર ટ્રાયોલોજી- મેગા ટ્રેલ બોર્ડર ટુરિઝમ અને વાઈબ્રન્ટ, પંજાબ ટુરિઝમ પ્રેઝન્ટેશન થશે.

તત્પશ્ચાત જાણીતા કલાકાર મિલિંદ સોમણ સાથે ખાસ વાર્તાલાપ યોજાશે. બપોર પછીના સત્રમાં જમ્મુકાશ્મીર ટુરિઝમ અંગે પ્રેઝન્ટેશન, ગુજરાત અનવેઇલ્ડ- ટુરિસ્ટ એક્સપિરિયન્સ પછી એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના એવોર્ડ આપવામાં આવશે.

સાહસિક પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે અને તેને વધુ આકર્ષક બનાવવા માટે રવિવારના રોજ વિવિધ સેશન્સ યોજાશે. જેમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને તેના માપદંડો, ઇન્સ્યોરન્સ, મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ રિકોગ્નિઝેશન, ‘લિવ નો ટ્રેસ એન્ડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ’, રેપ્યુટેશન મેનેજમેન્ટ, ATOAI વિમેન્સ કલેક્ટિવ સહિત આઉટડોર એડવેન્ચર એજ્યુકેશન જેવા વિષયો પર કેન્દ્ર-રાજ્યોના અધિકારીઓ ઉપરાંત તજજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે.

બપોર બાદના સેશનમાં મેકિંગ ગુજરાત અ લિડિંગ એડવેન્ચર ડેસ્ટિનેશન, ગુજરાત પ્રવાસન અંગે ફિલ્મો, એમઓયુ એનાઉન્સમેન્ટ્સ થશે. સાથે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ, પ્રવાસન સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સંબોધન કરશે. જે બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બપોરે ૪.૪૫ કલાકે દિશાદર્શન કરશે.

સોમવારના દિવસે લિડિંગ ધ વે વિથ કાર્બન નેગેટિવ ઇવેન્ટ, પ્રિઝર્વિંગ ધ યુનિક સેલિંગ પોઈન્ટ- યુએસપી વાઈલ મેનેજિંગ રિસ્ક, સસ્ટેનેબિલિટિ, ધ ન્યુ રિસ્પોન્સિબિલિટિ, ટ્રાવેલ ઓફ લાઈફ, બિઝનેસ કેસ- એડવેન્ચર ટુરિઝમ એન્ડ ડિકાર્બનાઇઝેશન ગ્લોબલ હિમાલયન એક્સપેન્ડિશન, કાર્બન મેપિંગ શિર્ષક હેઠળ એકોમોડેશન બંજારા કેમ્પ્સ વાઈલ્ડ લાઈફ, હાઈકિંગ એન્ડ સેવિંગ ધ હિમાલયન બ્રાઉન બિયર સહિતના વિષયો પર તજજ્ઞો દ્વારા ચર્ચા થયા બાદ પ્રેઝન્ટેશનો રજૂ થશે.

ઉપરાંત બપોરના સેશન દરમિયાન વિઝન ફોર ઇન્ડિયા એડવેન્ચર, માર્કેટિંગ ઇન્ડિયા ગ્લોબલી ધ ગ્રીનલેન્ડ પેરેલલ, એઆઈ ડ્રિવન ડિજિટલ માર્કેટિંગ એન્ડ બ્રાન્ડિંગ સ્ટ્રેટર્જીસ ફોર એડવેન્ચર ટુર ઓપરેટર્સ જેવા વિષયોને નિષ્ણાંતો દ્વારા આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો… Cow Farming: આણંદનો એક ખેડૂત ગાયના ઉછેરમાંથી દર મહિને કમાય છે 1.5 લાખ રૂપિયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો