High Court asks government

High court asks government: ઓનલાઈન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે નીતિ બનાવવા વિચાર કરવા હાઇકોર્ટનો સરકારને નિર્દેશ

High Court asks government: અધિવક્તા રાજૂએ પીઠ સમક્ષ એવો તર્ક આપ્યો હતો કે યુવાનો ગેમની લતથી પીડિત છે. આ ગેમ એટલી તીવ્ર છે કે તે આત્મહત્યા, અપરાધના ઝુકાવ તરફ લઈ જાય છે. આ કારણે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે.

નવી દિલ્હી, 30 જુલાઇઃ High Court asks government: હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એ આવેદન પર વિચાર કરવા નિર્દેશ આપ્યો છે જેમાં ‘ઓનલાઈન ગેમિંગની લત’થી બાળકોની સુરક્ષા માટે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. તે સિવાય સરકારને ઓનલાઈન અને ઓફલાઈન સહિત બંને ગેમિંગ સામગ્રીના મોનિટરીંગ માટે કમિટીની રચના અંગે વિચાર કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Indian players corona positive: આ ખેલાડીઓને ક્રુણાલ પંડ્યાને મળવાનું ભારે પડ્યું, બંનેનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ- વાંચો વિગત

મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની ખંડપીઠે જણાવ્યું કે, સંબંધિત ઓથોરિટી નક્કી કરેલા કાયદા, નિયમો, વિનિયમો અને સરકારી નીતિઓ પ્રમાણે આ મુદ્દે નિર્ણય લે. ખંડપીઠે આ નિર્દેશ(High court asks government) એનજીઓ ડિસ્ટ્રેસ મેનેજમેન્ટ કલેક્ટિવ દ્વારા અધિવક્તા રોબિન રાજૂ અને દીપા જોસેફના માધ્યમથી દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી પર આપ્યો છે. 

આ અરજી ઓનલાઈન ગેમના દુષ્પ્રભાવોથી સંબંધિત છે. અધિવક્તા રાજૂએ પીઠ સમક્ષ એવો તર્ક આપ્યો હતો કે યુવાનો ગેમની લતથી પીડિત છે. આ ગેમ એટલી તીવ્ર છે કે તે આત્મહત્યા, અપરાધના ઝુકાવ તરફ લઈ જાય છે. આ કારણે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. સરકાર પાસે સ્થિતિનો સામનો કરવા માટે કોઈ નીતિ નથી. આ સંજોગોમાં સરકારને એક નિયમનકારી સંસ્થાની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવે. 

આ પણ વાંચોઃ Reservation Medical Education:મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય- મેડિકલ શિક્ષણમાં OBCને 27%, આર્થિક પછાતને 10% અનામતની PMએ કરી જાહેરાત

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ગેમ સાઈબર બુલિંગ, યૌન અને વિત્તીય ઉત્પીડનનો એક સ્ત્રોત પણ છે. તેમણે ઓનલાઈન ગેમ, ખાસ કરીને ઓનલાઈન જુગાર પર ચિંતા વ્યક્ત કરીને મદ્રાસ હાઈકોર્ટને વર્તમાન આદેશનો હવાલો પણ આપ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ ઓનલાઈન જુગારને નિયમિત કરવા માટે એક કાયદો લાવવા સૂચન કર્યું હતું. 

Whatsapp Join Banner Guj