Surat PSI suspend

PSI suspended for sending abusive messages: મહિલા કર્મીને મોડી રાત્રે અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ

PSI suspended for sending abusive messages: મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSI સસ્પેન્ડ. સુરતના કડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ. રાત્રે 2 મહિલાકર્મીને અશોભનિય મેસેજ અને વિડીયો કોલ કરતા હતા. મહિલા પોલીસમાં જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. રિપોર્ટ થતાં પીએસઆઇ સામે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા.

PSI suspended for sending abusive messages: સુરતમાં પોલીસે પોલીસ સામે કાર્યવાહી કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓને હેરાનગતિ કરતા અનેક કિસ્સાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. જેના વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી પણ કરે છે પરંતુ ખુદ પોલીસ જ મહિલાકર્મી સામે અશોભનિય વર્તન કરે તો તેને પણ સાખી લેવામાં નહીં આવે. પોલીસને પણ તેના ગેરવર્તનની સજા મળી છે તેનું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યુ હતુ.

મળતી માહિતી મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ મહિલા સહકર્મીને કથિત મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હોવાનો વિવાદ વકરતા જિલ્લા પોલીસવડા દ્વારા આ બાબતે નિવેદન નોંધાવા માટે કડોદરા પોલીસ સ્ટેશનમાં મેસેજ મોકલતાની સાથે જ પી.એસ.આઈ માંદગીનું બહાનું કાઢી ગેરહાજર થતાં સમગ્ર પ્રકરણ ભારે ચર્ચા સ્પદ બન્યું છે. બીજી તરફ કડોદરા પોલીસ સ્ટેશનના PSI એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

PSI suspended for sending abusive messages

કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.બી.મોરીએ સાથે કામ કરતી મહિલા એલ.આર તેમજ એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને મોડી રાત્રે આપત્તિ જનક મેસેજ અને વિડીયો કોલ કરતા હતા.જેને લઇને ભારે હોબાળો મચી ગયો હતો.

PSI suspended for sending abusive messages, Surat rural

વિવાદ વકરતા જ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.પી બિશાખા જૈને મહિલા પોલીસકર્મચારી અને જી.આર.ડીની પ્રાથમિક પૂછતાછ બાદ બે પાનાંનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને મોકલી આપ્યો હતો. જો કે હાલમાં જ મહિલાકર્મીને અશોભનિય મેસેજ કરનાર PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.(PSI suspended for sending abusive messages) કડોદરા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.. રિપોર્ટ થતાં પીએસઆઇ સામે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. તપાસનાં આદેશ આપતા જ પીએસઆઇ એ.બી.મોરી ખાતાકીય તપાસમાં માંદગીનું બહાનુ કાઢીને રજા પર ઉતરી ગયા હતા. જો કે હવે પી.એસ.આઈ એ.બી.મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો..Good news about pensions: પેન્શનને લઈ સારા સમાચાર, 15 હજારની લિમિટ થશે ખતમ! જાણો કેવી રીતે થશે ફાયદો

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી પરંતુ આ પહેલા પણ પી.એસ.આઈ અશોક મોરીએ જિલ્લાના કડોદરા, માંગરોળ અને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ દરમ્યાન આજ પ્રકારના કારનામાં કર્યા હોવાની ચર્ચા છે. જો કે અત્યાર સુધી અશોક મોરી બચતા રહ્યા હતા. હવે જે પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી ચાર્જમાં છે અને ત્યાં જ આ પ્રકારના પરાક્રમો કરતાં આ વખતે પીએસઆઇ બચી શક્યા નહીં. (સોર્સ: ન્યુજ રીચ)

Gujarati banner 01