Last day of Sravan at Ambaji 1

Last day of Sravan at Ambaji: શ્રાવણ માસના અંતિમ દિવસમાં અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી

Last day of Sravan at Ambaji: આજે સવારથી જ મંદિરમાં માં અંબા ના ભક્તો દ્વારા બોલમાડી અંબે જય જય અંબેના નાદ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 27 ઓગષ્ટઃ Last day of Sravan at Ambaji: યાત્રાધામ અંબાજી માં બે વર્ષ બાદ ભાદરવીપુનમનો મહામેળો ભરનાર છે ત્યારે હવે ભાદરવી પુનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર પરિષર બોલમાડી અંબે જય જય અંબેના નાદ થી ઘુંજવા લાગ્યું છે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ ની લાલ ધજા પતાકાઓ લહેરાવા લાગી છે.

આગામી 5 સપ્ટેમ્બર થી ભાદરવી પુનમ નો મહામેળો શરુ થનાર છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસ માં અંબાજી મંદિર માં ભક્તો ની ભીડ જોવા મળી રહી છે આજે સવાર થીજ મંદિરમાં માં અંબા ના ભક્તો દ્વારા બોલમાડી અંબે જય જય અંબેના નાદ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.

Last day of Sravan at Ambaji

આ પણ વાંચોઃ PM Modi visits Gujarat for two days: વડાપ્રધાન બે દિવસ ગુજરાતની મુલાકાતે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

મેળામાં તો લાખો પદયાત્રીઓ અંબાજી મંદિરે દર્શને પહોંચતા હોય છે ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓની વર્ષ પરંપરા ને લઈ શ્રાવણ માસ ના અંતિમ દિવસે માં અંબા ના ચારણ પખાળવા શક્તિપીઠ અંબાજી પહોંચી પોતાના ગામ ની ધજા અર્પણ કરતા જોવા મળ્યા હતા નડિયાદ પંથક ના કઠાણા ગામ નો એક સંઘ જે ભારત દેશ ની આઝાદી ના સમય થી ચાલ્યું આવે છે જે પરંપરા ને આજે પણ અનેક જેટલા સંઘવીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યું છે.

સંઘવીઓ ના જણાવ્યા મુજબ રજવાડાના સમયમાં સંઘમાં આવતા શ્રદ્ધાળુઓ નું સ્ટેટ વખત ના રાજવીઓ દ્વારા સંઘવીઓ નુ સન્માન પણ કરવામાં આવતું હતું ને સૌપ્રથમ શ્રાવણી અમાવાસે તેમની ધજા ચડ્યા બાદ ભાદરવીપુનમના મેળા ની શરૂઆત થતી હોય છે.

આ પણ વાંચોઃ Last day of Sravan: શિવભકિત અને કૃષ્ણભકિતના પાવનકારી શ્રાવણ માસનું આજે સમાપન

Gujarati banner 01