Rain 1

Rain in south gujarat: ગુજરાતના વાતાવરણમાં પલટો, આ વિસ્તારમાં ભારે વરસાદ- વાંચો વિગત

Rain in south gujarat: શહેરના અઠવાલાઇન્સ, પીપલોદ, અડાજણ, નાનપુરા, વેસુ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો

સુરત, 28 સપ્ટેમ્બરઃRain in south gujarat: સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા નવરાત્રિ આયોજકોમાં ચિંતા વ્યાપી છે. તો સાથે ખેલૈયાઓના ઉત્સાહમાં પણ ચિંતા વધી ગઈ છે. શહેરના અઠવાલાઇન્સ, પીપલોદ, અડાજણ, નાનપુરા, વેસુ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

નોરતા સમય દરમિયાન ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે તે મુજબની આગાહી હવામાન વિભાગે કરવામાં આવી હતી. જેને લઇ નવરાત્રિના બે નોરતા તો વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે ત્રીજા નોરતે શહેરમાં હળવો વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ Tata Tiago EV Launch: ટાટા મોટર્સે Tata Tiago EV ને ભારતીય બજારમાં લોન્ચ કરી, વાંચો ફિચર્સ વિશે

હવામાન વિભાગે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી કરી હતી. જે સાચી ઠરી છે. ત્રીજા નોરતે સુરતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેને લઇ ખુલ્લા પાર્ટી પ્લોટોના નવરાત્રિ આયોજકો ચિંતામાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.જોકે હવામાન વિભાગે તો આગાહી કરી જ હતી કે નવરાત્રી દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.જે આગાહી મુજબ આજે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેરનું વાતાવરણ સવારથી જ જોવા મળ્યું હતું. શહેરના અઠવાલાઇન્સ, પીપલોદ અડાજણ, નાનપુરા ,વેસુ સહિતના વિસ્તારોમાં ધીમી ધારેથી લઇ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ Food verification in railway pantries: રાજકોટ ડિવિઝનમાં કેટરિંગ સ્ટોલ અને પેન્ટ્રી કારમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈને ગુણવત્તાની ચકાસણી

Gujarati banner 01