Rain 1

Rain in Surat: સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો; પંચાયત હસ્કતના રસ્તાઓ બંધ

Rain in Surat: ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના ચાર તાલુકાઓના પંચાયત હસ્કતના ૨૩ રસ્તાઓ બંધ

સુરત, 01 જુલાઈઃ Rain in Surat: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે પણ સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ૧૩ મિ.મી., ઉમરપાડા તાલુકામાં ૨૬ મિ.મી., સુરત સિટીમાં ૨૫ મિ.મી., મહુવામાં ૩૩ મિ.મી., પલસાણા ૨૨ મિ.મી., માંડવીમાં ૩૮ મિ.મી., માંગરોળમાં ૩૪ તેમજ કામરેજમાં ૫૪ મિ.મી. અને ચોર્યાસી તાલુકામાં ૨૧ મિ.મી., ઓલપાડ તાલુકામાં ૫૯ મિ.મી. વરસાદ નોધાયો હતો.

અનરાધાર વરસાદથી જિલ્લામાં કાચા મકાનોની દીવાલો પડવાના બનાવો નોંધાયા: કોઈ જાનહાનિ નહીં

છેલ્લા ચાર દિવસમાં પડી રહેલા વરસાદના કારણે કાચા ઘરની દિવાલો પડવાના બનાવો બન્યા છે. માંડવી તાલુકાના ઈસર ગામે રંજનબેન ચૌધરીના ઘર ઉપર ઝાડ પડવાને કારણે કાચા ઘરને નુકસાન થયું છે. બારડોલીના સેજવાડ ગામે વાંગરી ફળિયામાં રહેતા જયંતીભાઈ ચૌધરીનું કાચુ મકાન અંશતઃ પડી ગયું હતું.

અન્ય બનાવમાં બારડોલીના ઈસરોલી ગામે સાંઈ સ્મૃતિ સોસાયટીમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન્હોતી. પલસાણા તાલુકામાં ગત તા.૩૦મીના રોજ બારસાડી ગામે લલુભાઈની કાચુ મકાન તુટી ગયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી.

ભારે વરસાદને કારણે સુરત જિલ્લાના ચાર તાલુકાઓના પંચાયત હસ્કતના ૨૩ રસ્તાઓ બંધ

સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં પંચાયત વિભાગ હસ્તકના ગામ ગામને જોડતા રસ્તાઓ ઓવરટોપીંગના કારણે, એપ્રોચ ડેમેજ તથા ધોવાણ, અન્ડરપાસમાં પાણી ભરાવાના કારણે પલસાણાના ૬, બારડોલી તાલુકાના ૯, મહુવા ૪, માંડવીના ૪ એક મળી કુલ ૨૩ રસ્તાઓ બંધ કરાયા છે. જે આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે અન્ય રસ્તાઓમાં ડાયવર્જન અપાયું છે. જેને પાણી ઓછુ થતા ફરી પાછા શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો… National Sickle Cell Anemia Eradication Mission: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- ૨૦૪૭” નો રાષ્ટ્રવ્પાપી પ્રારંભ કરાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો