Rain Update In Surat

Rain Update in Surat: સુરત જિલ્લામાં ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ; આ તારીખે થશે કમોસમી વરસાદ!

Rain Update in Surat: ૨૯ અને ૩૧મી માર્ચના રોજ બે દિવસ મધ્યમ/ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી

સુરત, 27 માર્ચ: Rain Update in Surat: હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ તા.૨૯ અને ૩૧મી માર્ચના રોજ બે દિવસ મધ્યમ/ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ છે.

સુરત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોએ કૃષિ જણસ, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતા અટકાવવું. જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો.

એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતોએ અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા. શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી.માં ખેતપેદાશોને વેચાણ અર્થે લઇ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી.

ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઈનપુટ ગોડાઉનમાં પલળે નહિ તેવી કાળજી રાખવી. વધુ જાણકારી માટે સ્થાનિક વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કૃષિ અધિકારીઓનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નં.૧૮૦૦૧૮૦૧૫૫૧ ઉપર સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: Nuclear science and technology gallery: સાયન્સ સિટીમાં નિર્માણ પામશે ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો